નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગઈકાલ સાંજે હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યા ખાડિયાના કુખ્યાત ગેમ્બલર મોન્ટુ માનદારે કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ગણતરીના કલાકોમાં જ આરોપી મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારના હેતવી ટાવરમાં રહેતા પવન ગાંધી અને મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચંદ્ર ગાંધી પિતરાઈ ભાઈ છે. મોન્ટુ નામદારે વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને સમાજનો વિરોધ હોવા છતાં લગ્ન કરતાં પવન અને મોન્ટુના પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટ ચાલી રહી હતી. પવન ગાંધીનો એક મિત્ર રાકેશ મહેતા ખાડિયા રહેતો હતો. રાકેશ પવનને મદદ કરી રહ્યો હતો. આ વાત મોન્ટુ નામદારને પસંદ ન આવતા અંગત અદાવત રાખીને ગઈ કાલે સાંજના સમયે મોન્ટુ નામદારે સાગરીકો સાથે મળીને તેની ઓફિસની બહાર હોકી, બેઝબોલના બેટ અને અન્ય છ લોકોએ હથિયારો વડે રાકેશને માર માર્યો હતો. મારના કારણે રાકેશને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ રાકેશનું મોત નીપજ્યું હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ખોડુભા અને હેડ કોન્સટેબલ દિલિપસિંહ વિજયસિંહને બાતમી મળી હતી કે ગઇકાલે થયેલી હત્યાનો આરોપી મોન્ટુ નામદાર ઇસનપુરની જલધરા સોસાયટીમાં છે. બાતમીના આધારે તપાસ કરતાં મોન્ટુ નામદાર સ્થળ પરથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી મોન્ટુ નામદારે 1992માં કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કરતાં તેના ભાઈ સચિન અને જૂગનું ગાંધીને આ વાત પસંદ ન આવી હતી, તેઓ અવાર નવાર આરોપીને મારવા માટે પ્લાન બનાવતા હતા, થોડા સમય અગાઉ સચિન અને જૂગનું અને તેનો મિત્ર રાકેશ ઉર્ફે બોબી મહેતા તેમના અન્ય સાથી સાથે મોન્ટુના દીકરા પ્રિન્સનું મર્ડર કરવા માટે માઉન્ટ આબુ અને રતનપુર ખાતે મિટિંગ કરી હતી, આ વાતની જાણ મોન્ટુને થતાં તેના મિત્ર સાથે મળીને રાકેશનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું.
મૃતક રાકેશ રોજ તેની ઓફિસથી નીકળીને સાંજના ત્રણથી ચાર વાગે જૂગનુંની ઓફિસ જતો હતો, આ અંગે થોડા દિવસથી વોચ રાખી હતી, ત્યારે ગઇકાલે મોન્ટુએ તેના મિત્ર વિશ્વા ઉર્ફે વિસુ જિગ્નેશકુમાર રામી, જયરામ રબારીએ ભેગા મળીને રાકેશ તેમની ઓફિસ આગળથી પસાર થતાં બેઝબોલના દંડાથી રાકેશને માર મારીને ભાગી ગયા હતા. રાકેશને ગંભીર ઇજાઓ થયા રાકેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











