Tuesday, September 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ અકસ્માત કેસમાં પોલીસે આરોપી તથ્ય સહિત 6ની અટકાયત કરી

અમદાવાદ અકસ્માત કેસમાં પોલીસે આરોપી તથ્ય સહિત 6ની અટકાયત કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Accident Case Update: અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે રાત્રે અકસ્માતની (Iskcon Bridge Accident) ઘટના બની હતી. જેમાં ડમ્પર પાછળ થાર કાર ઘૂસી જતા અકસ્માત (Car Accident) સર્જાયો હતો. જેના પગેલ ઈજાગ્રસ્તોને મદદે હાઈવે પરથી પસાર થતાં રાહદારીઓ દોડી આવ્યા હતા અને અમદાવાદ પોલીસને (Ahmedabad Police) જાણ કરી હતી. જેથી પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતને લઈ કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન પૂરઝડપે બેફામ દોડી આવેલી જેગુઆર કારે બ્રિજ પર હાજર લોકોને ટક્કર મારી હતી. જેમા એક પોલીસકર્મી અને એક હોમગાર્ડ સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ છે, ત્યારે બીજી તરફ કારચાલક આરોપી તથ્ય પટેલના (Tathya Patel) બચાવમાં વકીલ અને આરોપીના પિતા ઉતાર્યા હોય તેવું લાગી રહ્યું છે.

આરોપીના વકીલ નિશાર વૈદ્યએ કહ્યું કે, ઈસ્કોન બ્રિજ પર રોડની વચ્ચે એક અકસ્માત થયેલો હતો. જેના પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. હાઈવે પર ઉભેલા ટોળા અંગે કારચાલકને આઈડ્યા જ ન આવ્યો કે રોડની વચ્ચે આટલા લોકો ઉભા છે. વરસાદ ચાલુ હતો અને સ્ટ્રીટ બંધ હોવાની વાત આરોપીના વકીલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તથ્યને ઈજાઓ પહોંચી હોવાથી તેને પોલીસ ઈન્સ્પેકટરને કોલ કરી સામેથી જાણ કરી સારવાર માટે લઈ ગયા હતા. કોઈ તેને છાવરવાનો પ્રત્યન નથી કરતા. પ્રજ્ઞેશને એવું જાણવા મળ્યું કે તેમના દીકરા સાથે કારમાં અન્ય લોકો પણ હાજર હતા. જે બાબાતે પ્રજ્ઞેશ પટેલે પોલીસને સામેથી કોલ કરી કારમાં તેમના દીકરા સાથે અન્ય બે ત્રણ લોકો હોવાનું જણાવ્યું હતું. વકીલે દાવો કર્યો છે કે, તથ્યને ગંભીર ઈજાઓ છે. જેને લઈ તેને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોશમાં આવે ત્યાર બાદ જાણી શકીશું કે સમ્રગ ઘટના શું બની જો વાંક હશે તો તપાસમાં ખુલશે. તપાસમાં પોલીસને પૂરેપૂરો સાથ સહકાર આપવા પણ આરોપીના વકીલે જણાવ્યું હતું. મૃતકના જે પણ વ્યક્તિને પ્રજ્ઞેશની જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં સહકાર આપવા તૈયાર હોવાનું વકીલે જણાવ્યું છે.

- Advertisement -

બીજી તરફ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, રાત્રે 12:30 વાગ્યાની આસપાસ મારી વાઈફ પર કોઈનો કોલ આવ્યો હતો. તેણે મને જગાડ્યો હતો કે તથ્યનો અકસ્માત થયો છે. જે બાદ હું ત્યાં સ્થળ ઉપર ગયો હતો. સ્થળ પર જઈને જોયુ તો લોકો ઉભા હતા. મારો દીકરો લોહીલુહાણ હાલતમાં હતો. ત્યાંથી હું મારા દીકરાને સારવાર માટે લઈને નીકળી ગયો હતો. મેં સામેથી પોલીસેને ફોન કર્યો કે મારા દીકરાનો અકસ્માત થયો છે અને અમારી ગાડીથી થયો છે. જેના કારણે એને વાગ્યુ હોવાથી સારવાર માટે સિમ્સ હોસ્પિટલ લઈ જાઉં છું. મારા દીકરાની સાથે અન્ય ત્રણ લોકો હતા જે અંગે મે પોલીસને ફોન કરીને કહ્યું હતું કે પોલીસને જ્યારે જરૂર પડશે ત્યારે અમે સહકાર આપીશું.

આ કેસમાં પોલીસે આરોપી તથ્ય પટેલ સહિત કુલ 6 જેટલા લોકોની અટકાયત કરી છે. જેમાં ત્રણ યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરી છે. આ અંગે મૃતકોના પરિવારજનો આરોપીને કડકમાં કડક સજા કરવા માગ કરી રહ્યા છે. તેમજ પોલીસ આ કેસમાં કોઈપણ કચાશ રાખ્યા વગર પરિવારને ન્યાય આપવે તેવી માગ કરી છે.

Tag: Ahmedabad ISKCON Flyover Accident, Ahmedabad News

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular