Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ઈસ્કોન અકસ્માતઃ જે થાર કારથી અકસ્માતથી ટોળું એકઠું થયું તેને 16...

અમદાવાદ ઈસ્કોન અકસ્માતઃ જે થાર કારથી અકસ્માતથી ટોળું એકઠું થયું તેને 16 વર્ષનો સગીર ચલાવતો હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Accident News:અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલ મોડી રાત્રે એસ. જી. હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની શરૂઆતથી વાત કરીએ તો એસ. જી. હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ (Iskcon Bridge) પર એક થાર કાર ડમ્પરના (Thar-dumper collision) પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક જેગુઆર કારે (Jaguar Car Accident) પુરપાટ ઝડપે આવી અને રોડ પર ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે ઈસ્કોન બ્રિજ પર લોહીની નદીઓ વહી હતી. આ અકસ્માતમાં બે પોલીસ કર્મીઓ સહિત 9 લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજમાં ગઈકાલ મોડી રાત્રે બે અકસ્માતની ઘટના બની હતી. ત્યારે પ્રથમ અકસ્માત સર્જનાર GJ 01 WL 4746 નંબરની થાર કારના ચાલક સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, થાર કાર ચાલક 16 વર્ષનો મોલાજી ઠાકોર નામનો સગીર હતો. તેણે રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ કર્ણાવતી ક્લબ તરફથી રાજપથ ક્લબ તરફ જતાં રોડ પર ઈસ્કોન બ્રિજ પર પુરઝડપે કાર ચલાવીને ડમ્પરના પાછળના ભાગે ટક્કર મારી હતી.

- Advertisement -

આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા મદદ કરવા અર્થે દોડી આવ્યા હતા. આ અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસકર્મીઓ સ્થળ પર આવીને પંચનામાની કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન GJ 01 WK 0093 નંબરની જેગુઆર કાર પુર ઝડપે આવે છે અને ઈસ્કોનબ્રિજ પર ઊભેલા લોકોને રીતસર કચડી નાખે છે. મોડી રાત્રે જ્યારે અમદાવાદીઓ ઊંધી રહ્યા હતા. ત્યારે ઈસ્કોન બ્રીજ ચીચયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. કારની સ્પીડના કારણે 200થી 300 મીટર સુધીમાં મૃતદેહના ઢેર થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિએ જેગુઆર કારના બોનેટ પર જ જિવ ગુમાવ્યો હતો. બીજા અકસ્માતમાં બે પોલીસ કર્મી સહિત કુલ 9 લોકોના મૃત્યુ થયા છે. બીજા અકસ્માત અંગે એસ. જી. હાઈવે 2 પોલીસે જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધી છે, તથ્ય પટેલની સાથે તેના પિતા, અકસ્માત સમયે કારમાં સવાર યુવક-યુવતીઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે.

Tag : Ahmedabad Iskcon Flyover Accident, Thar-dumper collision in Ahmedabad

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular