Friday, June 5, 2026
HomeGujaratSuratસોનું લૂંટવા આવેલા લૂંટારુઓએ ભાગવું પડ્યું, ઘટના CCTVમાં કેદ

સોનું લૂંટવા આવેલા લૂંટારુઓએ ભાગવું પડ્યું, ઘટના CCTVમાં કેદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Gold Loot Case: આજકાલ લૂંટની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. લૂંટારુઓને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ધોળા દિવસે ખુલ્લેઆમ લૂંટ (Loot) જેવી ઘટનાને અંજામ આપવા નીકળી પડતાં હોય છે. આવી જ એક ઘટના સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના કતારગામ વિસ્તારના કૃષ્ણા કોમ્પ્લેક્ષમાં આવેલ વૈષ્ણોદેવી જ્વેલર્સની દુકાનમાં રમકડાની પિસ્તોલ લૂંટ કરવા સાથે આવેલ ત્રણ પૈકી બે લૂંટારા દુકાનદારની હિંમતને લીધે પકડાઈ ગયા હતા. જ્યારે એક લૂંટારુ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દુકાનદાર મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં હરિદર્શન ખાડાની પાછળ સહજાનંદ સોસાયટીમાં રહે છે. તેમજ દુકાનદાર મુનીકેશ ગુપ્તા કૃષ્ણા કોમ્પ્લેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામે સોના ચાંદીની દુકાન ધરાવે છે. ગઈકાલે ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ તેમની દુકાનમાં આવી પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી મુનીકેશ ગુપ્તાને તેમની પાસે જે હોય તે બધુ આપી દેવાની ધમકી આપી આપી હતી. જો કે મુનીકેશ ગુપ્તાએ ધમકીથી ડર્યા વગર ત્રણ પૈકી એક વ્યક્તિનો સામનો કરતાં તેને પછાડી નાખ્યો હતો, જેથી તેની સાથે છરી સાથે રહેલા બે લૂંટારુઓ હાથમાં છરી સાથે ભાગી છૂટ્યા હતા. મુનીકેશ ગુપ્તાએ બૂમાબૂક કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને ભાગી રહેલા બે લૂંટારુ પૈકી એકને લોકોએ પકડી પાડ્યો હતો. તેમજ લોકોએ ભાગી રહેલા એકને મેથીપાક પણ ચખાડ્યો હતો. મુનીકેશ ગુપ્તાની ફરિયાદને આધારે પોલીસે લૂંટના પ્રયાસ સહિતની કલમ લગાવી આગળની તપાસ હાથ ધરી છે. પિસ્તોલ સાથે દુકાનમાં પ્રવેશેલા વ્યક્તિની પિસ્તોલ રમકડાની હતી. તેની ઓળખ તૌફીક મકવાણા નામે થઈ છે. બીજા પકડાયેલા યુવકની ઓળખ અશોક ધાખડા નામે થઈ હોવાનું સામે આવ્યું છે. ભાગી ગયેલા આરોપીની ઓળખ અજય નામે થઈ છે.

- Advertisement -

પોલીસે પૂછપરછ કરતાં આરોપી તૌફીકે જણાવ્યું હતું કે, દેવું થઈ ગયું હોવાથી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં મોરાની વાડીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતાં પ્રતીક ભુવાએ વૈષ્ણોદેવી જ્વેલર્સમાં લૂંટ કરવાની ટીપ આપી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે ટીપ આપનાર પ્રતીકની સાથે ત્રણ લૂંટારુઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tag: Surat Crime News in Gujarati

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular