નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Hit and Run : એક તરફ ગુજરાતમાં પોલીસ દ્વારા કાર ચાલકોની ઓવસ્પડિંગ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ બેફામ બનેલા કારચાલકોના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. નબીરાઓ તમામ ટ્રાફિક નિયમોને નેવે મૂકી પૂરપાટ જાહેર રોડ વાહનો દોડાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક રફતારનો કહેર અમદાવાદના (Ahmedabad) શેલા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં પૂરઝડપે આવી રહેલા કારચાલકે ત્રણ વાહનો સહિત એક મહિલાને અડફેટે લીધા હતા. ઘટનાના પગલે ઉહાપોહ થતાં કારચાલક કાર લઈ ભાગી (Hit and Run) ગયો હતો. આસપાસના રહદરીઓએ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલી આપી હતી. આ મામલે લોકોએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસની (Bopal Police) ટીમ ઘટનાસ્થળ દોડી આવી હતી. આસપાસના CCTV કેમેરા તપાસી કારચલાકને રાત્રિ દરમિયાન જ ઝડપી પાડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બનાવની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય આવેલા શેલા વિસ્તારમાં ગતરોજ સાંજના અરસામાં એક પૂરઝડપે બેફામ બની દોડી રહેલી ટાટા હેરિયર કારે અકસ્માત સર્જ્યો હતો. કારચાલક પૂરઝડપે આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ ઉભેલા વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે એક મહિલાને પણ ટક્કર વાગતા ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં કાર ચાલક કાર લઈ ભાગી ગયો હતો. અકસ્માત થતાં આસાપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે એમબ્યુલેન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, સમ્રગ અકસ્માત મામલે આસપાસના CCTV કેમેરા તપાસી આરોપીની કારની ઓળખ કરી હતી અને મોડી રાત્રિ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો હતો.
અકસ્માત સર્જનાર આરોપીનું નામ મનોજ અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. હાલ બીજી તરફ એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે, આરોપી 80થી 100 પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી રહ્યો હતો. જેને લઈ CCTVના અધારે પોલીસ દ્વારા તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
Tag: Ahmedabad Car Accident, Accident in Ahmedabad
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








