નવજીવન ન્યૂઝ. ગાંધીધામ: ગુજરાત ભૌગોળીક રીતે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ દેશમાં ઘુસાડવા (Drugs Smuggling) માટે પ્રવેશ દ્વાર બન્યો છે. અવાર-નવાર પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે, ત્યારે ગઇકાલે DRI દ્વારા કચ્છના (Kutch) મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. DRIએ લાકડાના કન્ટેનરમાંથી 1 કિલો કરતાં પણ જથ્થામાં કોકેઈન ઝડપી પાડ્યું છે. હાલ આ ડ્રગ્સ સંબંધિત વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ DRIને ચોક્કસ બાતમી મળી હતી કે, મુંન્દ્રા બંદર પર એક્વાડોરથી આયાત કરાયેલા કન્ટેનરમાં લાકડાની આડમાં માદક પ્રદાર્થનો જથ્થો આવી રહ્યો છે. જે બાતમીના અધારે DRI સતર્ક બની હતી અને બાતમીવાળા કન્ટેનરની તપાસ કરતા કન્ટેનરમાંથી લાકડાની આડમાં એક પેકેટ મળી આવ્યું હતું. જે પેકેટ પ્લાસ્ટિકમાં લપેટેલું હતું, જેની તપાસ કરતા કોકેઈન હોવાનું સામે આવ્યું છે. DRIને આ પેકેટમાંથી 1.04 કિલો કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેની આતરરાષ્ટ્રીય બજાર કિંમત 10 કરોડથી વધુ માનવામાં આવે છે. હાલ આ મામલે DRI દ્વારા આ કન્ટેનર ક્યાંથી આવ્યું છે. આ કન્ટેનરમાં માદક પદાર્થ કેવી રીતે પહોંચ્યુ તે તમામ દિશામાં ઉડાણપૂર્વક તપાસ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયઓ દ્વારા છાશવારે કસાઈમેન્ટની આડમાં ડ્રગ્સનો જંગી જથ્થો પહોચાડવામાં આવતો હોય છે. આ અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી 4 હજાર કરોડોનો ડ્રગ્સનો જથ્થો DRIએ ઝડપી પાડ્યો હતો. તેમજ આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધઓ પર છેલ્લા કેટલાક સમયથી DRIની ટીમ દ્વાર નજર રાખવામાં આવી રહી છે. ડ્રગ્સ, કોકેઈન, ચરસ, સહિત જથ્થો જે ગુજરાતમાં દરિયા કિનારે મારફતે ઠાલવામાં આવી રહ્યો છે અને તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








