Sunday, September 13, 2026
HomeGujaratગુજરાતમાં અધધ વાર જમીન પર પડી વીજળીરૂપી આફત, આગ લાગવાની ઘટનાઓમાં પણ...

ગુજરાતમાં અધધ વાર જમીન પર પડી વીજળીરૂપી આફત, આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગુજરાત: ચોમાસામાં વીજળી પડવાની (lightning strikes) ઘટના સામાન્ય છે અને તેનાથી ઘણી વાર વીજળી પડવાથી જાનમાલનું નુકસાન પણ થાય છે. તાજેતરમાં લોકસભામાં દેશમાં વીજળી પડવાની ઘટનાના આંકડા રજૂ કરવામાં આવ્યા અને તેની સાથે જંગલોમાં આગ લાગવાની (Fire incident) ઘટનાના આંકડા પણ રજૂ થયા, જેમાં ગુજરાતમાં (Gujarat) વીજળી પડવાની અને આગ લાગવાના આંકડા પણ મુકાયા છે.

આશ્ચર્ય થાય પણ આ વર્ષના જાન્યુઆરીથી જુલાઈ સુધીના વીજળી પડવાના આંકડા જાહેર થયા તેમાં ગુજરાતમાં બે લાખ જેટલી વીજળી પડવાની ઘટનાની નોંધાઈ છે. વીજળી પડવાની ઘટના ચોમાસામાં વધુ થાય છે અને તેથી જૂન મહિનામાં સૌથી વધુ વીજળી પડવાની ઘટના નોંધાઈ છે, જે વરસાદની શરૂઆતનો મહિનો છે. જૂન મહિનાનો આંકડો 63,079 છે. ફેબ્રુઆરી મહિનામાં એક પણ વીજળી પડવાની ઘટના બની નથી. એપ્રિલમાં 13,981, મેમાં 58,596 અને જુલાઈમાં 32,244 વીજળી પડવાની ઘટના નોંધાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં આગ લાગવાની ઘટના 2342 બની હતી.

- Advertisement -

આટલી અધધ સંખ્યામાં વીજળી પડવાની ઘટના આપણા ગુજરાતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં બને છે. વિશ્વમાં અંદાજે 2.5 કરોડ વીજળી પડવાની ઘટના બને છે. વીજળી પડવાની સૌથી વધુ ઘટના મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં બને છે. આ રાજ્યોના પ્રમાણમાં ગુજરાતમાં વીજળીથી થનારું નુકસાન ઓછું છે, તેમ છતાં સરેરાશ વર્ષે દેશમાં બે હજાર લોકો વીજળી પડવાથી જાન ગુમાવે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular