નવજીવન ન્યુઝ , અમદાવાદ : 192 નગરસેવક ઘરાવતી અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સામાન્ય સભા ગતરોજ મહાત્મા ગાંઘી હોલ ખાતે યોજાઈ હતી. જેમાં હાટકેશ્વર બ્રિજમા કથીત ભષ્ટાચાર, (hatkeshwar bridge corruption Case) કોન્ટાક્ટરને બ્લેકલીસ્ટ કરવા, બ્રિજ તોડવા, ઔકાત શબ્દનો પ્રયોગ, રોડના કોન્ટ્રાક્ટરને 80 કરોડનો ફાયદો, ગાર્ડન, ભાવવધારો જેવા મુદ્દા મુખ્ય ચર્ચામાં રહ્યા હતા .જેમાં વિપક્ષ દ્વારા સત્તા પક્ષ દ્વારા કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી ન કરવાના મુદ્દે હોબળો મચાવ્યો હતો. સાથે જ વિપક્ષ નેતાએ “ભ્રષ્ટાચારનો નમૂનો હાટકેશ્વર બ્રિજ”ની તસવીર બતાવી તે તસવીર ઓફિસમાં લગાવવા સૂચન કર્યા હતા.
ગતરોજ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મહાત્મા ગાંઘી હોલ ખાતે યોજાઈ હતી. જેમાં કુલ 53 મુદ્દા ચર્ચા માટે સામેલ કરવામાં આવ્યા હતા. આ ચર્ચામાં ઔકાત શબ્દ-પ્રયોગના પગલે બોર્ડનું વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને વિપક્ષી નેતા અને વોટર સપ્લાય કમીટીના ચેરમેન વચ્ચે સામ-સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો હતો. દરમિયાન રૂપિયા 405 કરોડના રોડના કામોમાં રૂપિયા 80 કરોડનો ભાવવઘારો મંજુર કરી રોડ કોન્ટ્રાક્ટરને લાભ પહોંચાડવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. દરમિયાન રોડ-બિલ્ડીગ વિભાગના ચેરમેને મધ્ય ઝોનમાં કામગીરીમાં તકલીફ પડતી હવાનું નિવેદન કરતા હોબાળો મચી ગયો હતો.
આ સામાન્ય સભામાં કોંગ્રેસ (Congress) પક્ષના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું કે, જનતાના ટેક્સના પૈસે બનેલા હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને તોડી પાડવા માટે એક મહીના પહેલા રીવરફન્ટ પર કમિશનર દ્વારા જાહેરાત કરી હોવા છતાં બ્રિજ તોડવાની કામગીરી હજુ સુઘી કેમ થઈ નથી તેવો સવાલ કર્યો હતો. ઉપરાતં તેમણે હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવાની માંગણી કરી હતી અને કોન્ટ્રાક્ટર હજુ સુધી કેમ નથી પકડાયો તેવા સવાલ પણ કર્યા હતા.
સામાન્ય સભામાં કોર્પોરેટર ઈકબાલ શેખે પણ સત્તાપક્ષ પર આક્ષેપોની વણઝાર કરતા કહ્યું હતું કે, દક્ષીણ-પશ્ચિમ ઝોનમાં ટેક્સ અધિકારીને ભોગ ઘરાવી આપવામાં નથી આવતો ત્યાં સુધી આ અધિકારી ફાઈલો દબાવી રાખે છે તેવો આરોપ પણ મુક્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








