Sunday, October 11, 2026
HomeGeneralજૂની અદાવતમાં બે વ્યક્તિઓ પહોંચ્યા ફરિયાદીના સંબંધીના ઘરે, તોડફોડ કરીને જાનથી મારી...

જૂની અદાવતમાં બે વ્યક્તિઓ પહોંચ્યા ફરિયાદીના સંબંધીના ઘરે, તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News:મોરબી જિલ્લાના વીસીપરા ગામમાં બે દિવસ અગાઉ લગ્નમાં આમંત્રણ ન આપવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પડોશીએ રમજાન નોતરિયા જેમના ઘરે લગ્ન હતું તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. તે સમયે રમજાન નોતરિયાએ પાડોશી ઈમરાન કુરેસી સામે ફરિયાદ પણ નોંધાવી હતી. હવે આજે આ વાતને લઈને બે વ્યક્તિઓએ રમજાન નોતરિયાના પત્નીના બહેનપણીના ઘરે જઈને હોબાળો કર્યો હતો અને તેમના દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Morbi city B division Police Station)ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : મોરબીના વીસીપરા ગામમાં ગરબામાં આમંત્રણ ન આપ્યું તો પડોશીએ છરી વડે કર્યો હુમલો

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ઈમરાન કુરેસીના પિતરાઇ ભાઈઓ રમજાન નોતરિયાના પાટણના બહેનપણી ડીમ્પલ રાઠોડના ઘરે જઈને તોડફોડ કરી હતી અને ઘરની બહાર પડેલા બાઇક પર પણ ધારિયા વડે નુકશાન પહોંચડ્યું હતું. બંને વ્યક્તિઓએ ડીમ્પલ રાઠોડને ધમકી આપી હતી કે, હવે પછી રમજાન નોતરિયાના ઘરે જશો તો તમારા દીકરાને જાનથી મારી નાખીશું.

આ ઘટના બાદ ડીમ્પલ રાઠોડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બિલાલ ભટ્ટી અને અબ્બાસ બચડ નામના બે વ્યક્તિઓ સામે જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular