Wednesday, February 18, 2026
HomeGujaratGir Somnathજસાધાર રેન્જમાં સિંહને પજવતા શખ્સો ઝડપાયા, બંને આરોપી રિમાન્ડ પર

જસાધાર રેન્જમાં સિંહને પજવતા શખ્સો ઝડપાયા, બંને આરોપી રિમાન્ડ પર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Lion Video: જસાધાર રેન્જના (Jasadhar range) જંગલ વિસ્તારમાં સિંહોની પજવણી (Lions harassing) કરતા શખ્સોનો વીડિયો (Video) સામે આવ્યો હતો. આ વીડિયો મામલે વન વિભાગે કાર્યવાહી કરી બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ જસાધારના ખિલાવડ ગામ નજીક પાઠાગાળા વિસ્તાર કે જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં સિંહની પજવણી કરી રહ્યા હતા.

મળતી વિગતો અનુસાર આજરોજ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ગીર ગઢડા (Gir Gadhada) વિસ્તારમાં સિંહ પજવણી કરતા બે શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. જેમાં ઉગલા ગામના રહિશ આરોપી હરેશ નાથાભાઈ બાંબા અને મધુ ધુળાભાઈ જોગદિયા ખિલાવડ ગામ નજીક સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા રાત્રિના સમયે ખિલાવડ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલા સિંહને લાઈટો કરી અને ડરાવી ભગાવતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વન વિભાગે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -

આમ હવે આરોપીની પુછપરછમાં સામે આવશે કે તેઓ અગાઉ પણ આ પ્રકારને સિંહની પજવણી કરી ચૂક્યા છે કે કેમ? તેમજ આ કૃત્ય તેમને કયા કારણોસર કર્યું હતું? પરંતુ મહત્વનો સવાલ છે કે ગીર સોમનાથ જિલ્લામાં અવાનનવાર સિંહની પજવણી કરવા તેમજ વન્યજીવોને પરેશાન કરી વિકૃત આનંદ માણવાની ઘટના ઘટી રહી છે છતાં પણ તંત્ર સજાગ બની નક્કરી કાર્યવાહી કેમ નથી કરતી?

(ઈનપુટ- ધર્મેશ જેઠવા)

TAG: Gir Somnath Lions harassing Video Viral, Gir Lion Video

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular