Friday, September 22, 2023
HomeGujaratAhmedabadહાટકેશ્વર બ્રિજ વિવાદ મામલે AMCના અધિકારી સસ્પેન્ડ, ચાર્જશીટમાં થયો બેદરકારીનો ખુલાસો

હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલે AMCના અધિકારી સસ્પેન્ડ, ચાર્જશીટમાં થયો બેદરકારીનો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના હાટકેશ્વર બ્રિજ (Ahmedabad Hatkeshwar Bridge) મામલે તપાસનો ધમધમાટ તેજ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCના વિજિલન્સ વિભાગ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો AMCના અધિકારી પર આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઈ AMCના અધિકારી મનોજ સોલંકીને સસ્પેન્ડ (AMC officer Manoj Solanki) કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે અમદાવાદ મહા નગરપાલિકાના વિજિલન્સ વિભાગ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓમાં AMCના અધિકારી મનોજ સોલંકીની બેદરકારી સામે આવી છે. AMCના વિજિલન્સ વિભાગે મનોજ સોલંકી સામે આરોપ મુક્યો છે કે, યોગ્ય દેખરેખ નહીં રાખવાને કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી અને હાટકેશ્વર બ્રિજ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ઈજનેર મનોજ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો ચાર્જશીટમાં ખુલાસો થયો છે.

- Advertisement -

વધુ વાંચો: હાટકેશ્વર બ્રિજ મુદ્દે AMC કમિશનરે તપાસ કમિટીની કરી રચના, 15 એપ્રિલ સોંપશે રિપોર્ટ

હાટકેશ્વર બ્રિજ મામલે ચાર્જશીટમાં થયેલા ખુલાસાની જો વિગતે વાત કરીએ તો, બ્રિજના નિર્માણ માટે વપરાયેલી સિમેન્ટના ઓરિજનલ કે ફોટો કોપી બિલો રજૂ કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત બ્રિજના ટેસ્ટિંગમાં હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે જેટલા જથ્થામાં સિમેન્ટનો ઉપયોગ દર્શાવાયો છે તેટલી સિમેન્ટ બ્રિજના સેમ્પલમાં નથી મળી તેવો ખુલાસો થયો છે.

આ ઉપરાંત ચાર્જશીટમાં એવી વાત પણ સામે આવી છે કે, સિમેન્ટના ટેસ્ટિંગનો જે માસિક પ્રોગ્રામ રજૂ કરાય છે તેમાં 2017માં 55 વખત સિમેન્ટના ટેસ્ટિંગ કર્યુ હોવાનો ઉલ્લેખ છે. જો કે, વિજિલન્સ સમક્ષ માત્ર 32 ટેસ્ટ રિપોર્ટ જ રજૂ કરવામાં આવ્યા છે. જે મામલે મ્યુનિસિપલ વિજિલન્સ વિભાગે મનોજ સોલંકીને વારંવાર નોટિસ પણ આપી હતી. તેમ છતાં મનોજ સોલંકીએ પોતાનું બચાવનામું રજૂ કર્યું ન હતું. જેથી તેમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે સ્ટેન્ડિંગે મંજૂર રાખતા મનોજ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, કોઈપણ બ્રિજ બનાવતા પહેલા તેનો લોડ ટેસ્ટ કરવો ફરજિયાત હોય છે, પરંતુ પૂર્વ સિટી ઈજનેર હિતેષ કોન્ટ્રાક્ટરે હાટકેશ્વર બ્રિજ મામલે કોન્ટ્રાક્ટર અને PMC કન્સલટન્સીને બચાવવા માટે બેદરકારી દાખવી લોડ ટેસ્ટ કર્યો ન હતો. જેને કારણે બ્રિજમાં અનેકવાર ગાબડા પડ્યા હતા. જે બાદ પણ આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી તેવો પણ ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો હાટકેશ્વર બ્રિજ માત્ર 4 વર્ષમાં જર્જરિત થઈ ગયો હતો. બ્રિજ બન્યાના 7 વર્ષમાં તો 5 વાર એટલે કે, આ 5 એપ્રિલ 2021, 8 મે 2021, 15 ફેબ્રુઆરી 2022, 13 જૂન 2022, 19 ઓગસ્ટ 2022માં રિપેરિંગ કરવામાં આવ્યું હતું. આથી નબળી ગુણવત્તાના બાંધકામ મામલે કડક વલણ અપનાવી હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આ ઓવરબ્રિજનું બાંધકામ કરનારી બે કન્સ્ટ્રક્શન કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular