Saturday, May 23, 2026
HomeGujaratAhmedabad12 કરોડમાં બે થિયેટર ખરીદવા નીકળેલા બિલ્ડરે 2.42 કરોડ ગુમાવ્યા, અપ્સરા-આરાધનાના સંચાલકો...

12 કરોડમાં બે થિયેટર ખરીદવા નીકળેલા બિલ્ડરે 2.42 કરોડ ગુમાવ્યા, અપ્સરા-આરાધનાના સંચાલકો સહિત 5 સામે CID Crime માં ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલા બે જાણીતા થિયેટરનો સોદો કરવાના બહાને સંચાલકો સહિત 5 શખસોએ આચરેલી છેતરપિંડીને (Fraud in the name of selling Apsara Aradhana Theatre) લઈને સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મણીનગર કાંકરિયા તળાવ પાસે આવેલા અપ્સરા-આરાધના થિયેટરના સોદા પેટે 72 લાખ રોકડા અને 1.70 કરોડ ચેક (કુલ 2.42 કરોડ) થી મેળવી લઈ થિયેટર સંચાલકોએ M R Associates ના ફારૂક એ. શેખને મિલકત વેચાણ આપી છેતરપિંડી આચરી છે. પોલીસે મનુભાઈ શાહ, વિરેન્દ્ર શાહ, સ્વ. જીતેન્દ્ર શાહ, બિંદેશ શાહ અને ફારૂક શેખ સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

અમદાવાદમાં જુની હાઇકોર્ટ પાસે આવેલા લોહા ભવન ખાતે ઑફિસ ધરાવતા અને રૂચી નિર્માણ પ્રા.લિ.ના નામે જમીન લે-વેચ અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ભાવેશ જાનીએ ફરિયાદ આપી છે. ભાવેશ જાનીએ વર્ષ 2019માં અપ્સરા આરાધના થિયેટરના સોદા બાનાખત પેટે 2.42 કરોડ સંચાલક મનુભાઈ શાહ સહિત 4 સંચાલકોએ મેળવ્યા હતા. થિયેટર સંચાલકોએ વર્ષ 2023માં અપ્સરા-આરાધના થિયેટરનો વેચાણ દસ્તાવેજ ફારૂક શેખને (Apsara Aradhana Theater has been sold) કરી આપ્યો હતો. આ અંગેની જાણકારી ભાવેશ જાનીને થતાં ફારૂક શેખે 1.70 કરોડની રકમ ચૂકવવાની માત્ર ખાતરી આપી હતી. થિયેટર સંચાલકો સહિતના પાંચેય શખસોએ ઠગાઈ કરી કરતા CID Crime Ahmedabad Zone ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular