નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આમ તો જેલ એટલે કેદીઓ માટેનું સુધારણા કેન્દ્ર, પરંતુ જેને ગુનાખોરીની લત લાગી જાય તે ક્યારેય પાછું ફરીને જોતા નથી. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ (Ahmedabad)માં સામે આવ્યો છે. જેલના સળિયા પાછળ અનેક દિવસો ગુજાર્યા બાદ પણ શાન ઠેકાણે ન આવી અને જેલમાં સુધરવાની જગ્યાએ બહાર નીકળીને ગુનાહીત કાવતરું ઘડવાનું નક્કી કર્યું. જેલમાંથી બહાર આવી પોતાના ઈરાદા મુજબ ફરીથી ગુનાખોરી તરફ જતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
ભાવનગરના જમાઈ યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસનું તેડું, શું થશે હવે?
જેલના સળિયા પાછળ રહીને શખ્શએ નશાના કારોબારમાં કિંગ બનવાના સપના જોયા હતા. આ સપનાને સાકાર કરવા માટે તે પેરોલ પર બહાર આવીને પેરોલ જમ્પ કર્યો. એટલે કે જેલમાંથી મળતી રજા પુરી થયા બાદ ફરાર થઈ ગયો. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે, સલીમ ઉર્ફે ચા વાલા યાકુબ પટેલ પાસે મોટી સંખ્યામાં ગાંજા (Ganja)નો જથ્થો છે અને તે નેનો કારમાં જશોદાનગરથી ગોરના કુવા તરફ જવાનો છે.
વધું વાંચો- IPL મેચમાં કળા કરનારી મોબાઈલ ચોર ટોળકી ઝડપાઈ, પોલીસે જપ્ત કર્યા 1 કરોડના ફોન
માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને સલીમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સલીમની કારની તપાસ કરતા પાછળની સીટના ખાનામાંથી 17 કિલો 982 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 1,79,820 રૂપિયા થાય છે. પોલીસે સલીમ પાસેથી ગાંજાના જથ્થા સહિત અન્ય વસ્તુઓ મળીને કુલ 2,82,020 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
વધુ વાંચો- પતિની હત્યાની સોપારી લઈ બેઠી હતી STF! અતીકની પત્ની સાઈસ્તાનો યોગીને લખેલો પત્ર વાયરલ








