Wednesday, April 22, 2026
HomeNationalપતિની હત્યાની સોપારી લઈ બેઠી હતી STF! અતીકની પત્ની સાઈસ્તાનો યોગીને લખેલો...

પતિની હત્યાની સોપારી લઈ બેઠી હતી STF! અતીકની પત્ની સાઈસ્તાનો યોગીને લખેલો પત્ર વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પ્રયાગરાજ: Atiq wife Shaista letter Viral: યુ.પી.ના માફિયા અતીક અહેમદ (Gangster Atiq Ahmed) અને અશરફ અહેમદની હત્યાથી (Murder) ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) એક ગેંગસ્ટરના અધ્યાયનો અંત આવ્યો છે. જ્યારે અતીક અહેમદની આ પ્રકારની હત્યાથી કેટલાક લોકોમાં રોષ પણ છે માટે ઉત્તરપ્રદેશની પરિસ્થિતિ ન વણસે તે માટે સમ્રગ રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પ્રયાગરાજમાં (Prayagraj) ઈન્ટરનેટ સેવા હજુ પણ બંધ છે. તે વચ્ચે અતીક અહેમદની પત્ની સાઇસ્તા પરવીનનો (Atiq wife Shaista Parveen)એક પત્ર સોશિયલ મિડિયા પર વાયુવેગે વાયરલ (Letter Viral)થઈ રહ્યો છે જે પત્રમાં તેણે પ્રયાગરાજના કમિશનર અને STFના વડા સામે સનસનીખેજ આરોપ કર્યા છે.

સાઇસ્તા પરવીના કથિત વાયરલ પત્રમાં લખ્યુ છે કે સત્તાને પોતાના પાસે રાખવાના હેતુથી ઉત્તરપ્રદેશ સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા ઉમેશ પાલની હત્યાના કાવતરા ઘડવામાં આવ્યા હતા. પ્રયાગરાજ પોલીસ પણ દબાણમાં કામ કરી રહી છે અને સાથે જ પત્રમાં તેવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા અને STF ડી.આઈ.જી. અમિતાભ વિરોધીઓ પાસેથી મારા પતિ અને દિયરની હત્યા માટે સોપારી લઈને બેઠા હતા.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલની હત્યા બાદથી સાઇસ્તા પરવીન વોટેન્ડ છે. તેના પર પણ ઉમેશપાલ હત્યાકાંડમાં સંડોવણી હોવાના આરોપસર પોલીસે તેને આરોપી બનાવી છે. શાઇસ્તા પરવીન હજુ સુધી પોલીસ પકડથી દુર છે. શાઇસ્તા પરવીન સામે 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેના માથે પણ ઈનામ જાહેર કર્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર અતીક અહેમદ જેલમાં બંધ હતો ત્યારે શાઇસ્ત પરવીન તેના ગુનાખોરીનું સમ્રાજ્ય સંભાળી રહી હતી અને ઉમેશ પાલ હત્યામાં તેને શૂટરને પૈસા પણ આપ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular