નવજીવન ન્યૂઝ.દિલ્હી: ચકચારી બિલ્કિસ બાનુ કેસ (Bilkis bano Case)માં રાજ્ય સરકાર દ્વારા દોષિતોને મુક્ત કરવામાં મામલે સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી પર આજે જસ્ટિસ બી. એસ. જોસેફ અને જસ્ટિસ નાગરથાની બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારએ દોષિતોને મુક્ત કરવાના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટે (Supreme Court) સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે ગુનાની ગંભીરતાને જોતા રાજ્ય સરકારને વિચારવું જોઇએ જાહેર હિતને ધ્યાનમાં રાખી સત્તાનું ઉપયોગ કરવો જોઇએ. સવાલ એ છે કે સરકારે બિલ્કિસ બાનુને ન્યાય આપવવા કોઈ ઇચ્છાશક્તિ દેખાડતી નથી આખરે કયા નિર્ણયના અધારે રાજ્ય સરકારે દોષિતોને મુક્ત કર્યા છે. આદેશમાં દોષિતોને કુદરતી ઉંમર સુધી જેલમાં રહેવુ જરૂરી છે. સાથે જ સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે કે કયા આધારે દોષિતોને છોડવામાં આવ્યા છે, જો તમે જવાબ નહીં આપો તો અમે પછી દોષિતો મામલે ચુકાદો આપીશું.
યુવરાજસિંહ જાડેજાએ કેટલા રૂપિયા લીધા?
સુપ્રિમ કોર્ટમાં બિલ્કિસ બાનુનો દોષિતોને સજાને પડકારતી અરજી પર વધુ સુનાવણી 2 મેના રોજ થવાની છે. જેમાં રાજ્ય સરકારને યોગ્ય જવાબ રજૂ કરવા સુપ્રિમ કોર્ટે આદેશ કર્યા છે.
15 ઓગસ્ટના રોજ જયારે એક તરફ દેશ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે બીજી તરફ ગુજરાત સરકારે 11 જેટલા બિલ્કિસ બાનુના દોષિતાને જેલમાંથી મુક્ત કર્યા હતા. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયને પડકારતી અરજી સામે વિરોધ કરી બિલ્કિસ બાનુ સુપ્રિમ કોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરી ન્યાયની માગ કરી હતી. જે બાબતે આજે સુનાવણી હાથ ધરાઇ હતી અને સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર પાસે દોષિતોને છોડી મુકવાના અંગે જવાબો માગ્યા છે.








