Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: કાશીબા હોસ્પિટલમાં મહિલા અને નવજાત બાળકનું મોત, પરિવારે સ્ટાફની બેદરકારીના લગાવ્યા...

અમદાવાદ: કાશીબા હોસ્પિટલમાં મહિલા અને નવજાત બાળકનું મોત, પરિવારે સ્ટાફની બેદરકારીના લગાવ્યા આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: સરકારી હોસ્પિટલ હોય કે પછી ખાનગી અવાર-નવાર ડૉકટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યા હોવાના ગંભીર આક્ષેપ લાગી ચૂક્યા છે. ત્યારે વધુ એક વાર શહેરની વટવા ખાતે આવેલી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે મહિલા અને તેના નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ પીડિત પરિવારજનોએ કર્યા છે. તેમજ આ ઘટના બાદ પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા પીડિત પરિવારે માગ કરી છે. આ મામલે નારોલ પોલીસે અરજી લઈ તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલમાં (Narol) રહેતી ગર્ભવતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉઠતા શહેરના વટવા વિસ્તારમાં આવેલી કાશીબા હોસ્પિટલમાં (Kashiba Hospital) સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં આજે મહિલાની ડિલવરી દરમિયાન હોસ્પિટલના તંત્રએ મોટી બેદરકારી દાખવી હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. પરિવારનો આરોપ છે કે, પ્રસૂતિ માટે ફરજ પર તબીબ આવ્યા ન હતા. ત્યારે ફરજ બજાવી રહેલી નર્સે તબીબ વગર ડિલવરી કરાવી હતી. જેના કારણે મહિલા તેમજ નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. તેમજ આ ઘટનાને પગલે પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાથી પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી પીડિત પરિવારે પોલીસ તપાસની માગણી કરી છે. પરિવારમાંથી બે લોકોના મૃત્યુ થતાં પરિવારનો માળો વિખેરાયો છે.

- Advertisement -

આ મામલે પરિવારે નારોલ પોલીસ સ્ટેશન ખાતે પીડિત પરિવારે હોસ્પિટલ પર બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાની ફરિયાદ આપી છે. જ્યાં હાલ નારોલ પોલીસે પરિવારની અરજી લઈ તપાસ હાથધરી છે. જોકે બીજી તરફ પીડિત પરિવારે ન્યાય માગ સાથે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular