Sunday, August 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઇમ બ્રાંચે 7.85 લાખની 500 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે ત્રણને...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 7.85 લાખની 500 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે ત્રણને ઝડપ્યા, નકલી નોટ છાપવાનું કારણ ચોંકાવનારું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા નકલી ચલણી નોટો પકડવાની ઘટનાઓ વધી રહી છે. આરોપીઓ ઘણા કિસ્સામાં માત્ર મોજશોખ કરવા માટે નકલી ચલણી નોટો છાપીને મોજશોખ પૂરા કરતાં હોય છે. આવી જ એક નકલી નોટ (Fake currency Note) છાપતી ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ઝપડી પડી છે. નોંધનીય બાબત એ છે કે, દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટ પછી ખેંચવાનો રિઝર્વ બેંકના નિર્ણય બાદ આરોપીઓને લાગ્યું કે હવે 500 રૂપિયાની ચલણી નોટની માગ વધશે, જેથી આ આરોપીઓએ 500 રૂપિયાની નકલી ચલણી નોટ છાપી હતી. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

fake note ahmedabad
fake note ahmedabad

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાંચના PSI વી. આર. ગોહિલ અને પોલીસ કોન્સટેબલ વિષ્ણુપ્રસાદને બાતમી મળી હતી કે, અમદાવાદનાં નરોડા પાટિયા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ નકલી ચલણી નોટ છાપી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં મોહન ગવન્ડર, દિનેશ રાજપૂત અને રઘુનાથ પિલ્લાઈ નામના ત્રણ પરપ્રાંતિય વ્યક્તિઓ પાસે નકલી ચલણી નોટ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ ત્રણ વ્યક્તિઓની 500 રૂપિયાની 1570 નંગ નકલી ચલણી નોટ એટલે 7.85 લાખ રૂપિયાની નકલી નોટ સાથે ધરપકડ કરી છે. સાથે જ આ આરોપીઓને નકલી નોટ આપનારા વિકેશ વનિયર નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “ક્રાઇમ બ્રાંચ રથયાત્રા હોવાથી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન PSI વી. આર. ગોહિલ અને કોન્સ્ટેબલ વિષ્ણુપ્રસાદને જે બાતમી મળી હતી તેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હાલ 2000 રૂપિયાની નોટ પછી ખેંચવાના નિર્ણય બાદ આરોપીઓએ 500ની નકલી નોટ માર્કેટમાં ફેરવવાનો પ્રયાસ કરતાં હતા. જેથી પોલીસે આ આરોપીઓની 7 લાખ કરતાં પણ વધારે નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરી છે.”

(ઈનપુટ: તોફિક ઘાંચી)

TAG: Ahmedabad Crime News today Gujarati

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular