Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદઃ IPL ફાઈનલ મેચની ટિકિટની કાળા બજારી કરતાં 3 ઝડપાયા

અમદાવાદઃ IPL ફાઈનલ મેચની ટિકિટની કાળા બજારી કરતાં 3 ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે IPLની ફાઈનલ મેચ રમાવવાની હતી. જોકે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ ગઈકાલે રદ્દ થઈ હતી. IPLની ફાઈનલ મેચમાં ધોનીને જોવા માટે અગાઉથી જ મેચની ટિકિટો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી. તેવામાં ક્રિકેટ રસીકોને ટિકિટનું સેટિંગ કરી આપવા માટે કાળા બજારીઓ સક્રિય થયા હતા. ત્યારે ફાઈનલ મેચની ટિકિટની કાળા બજારી કરતાં ત્રણ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

અમદાવાદમાં અગાઉ યોજાયેલી IPL મેચની ટિકિટની કાળા બજારી થઈ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. IPL મેચમાં ટીકિટની કાળા બજારી રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, એક વ્યક્તિ વધુમાં વધુ 3 ટિકિટ જ રાખી શકશે. ત્યારે ફાઈનલ મેચની ટિકિટ કાળા બજારી કરતાં બે વ્યક્તિને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યા છે અને SOGએ પણ એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

IPL મેચ દરમિયાન ચાંદખેડા પોલીસએ ટિકિટની કાળા બજારી કરતાં બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસેથી સચિન ગારંગને પોલીસે ઝડપી પાડ્યો હતો. ટિકિટની કાળા બજારી કરતા સચિન પાસેથી પોલીસને 8 ટિકિટ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. બીજી બાજુ ટિકિટની કાળાબજારી કરતા અમન શાહ નામના વ્યક્તિને પણ પોલીસે ઝડપીને 8 ટિકિટો જપ્ત કરી હતી. જ્યારે SOGએ પણ તપોવન સર્કલ પાસેથી ટિકિટની કાળા બજારી કરતો મહેશ ઉર્ફે જેડી ભરવાડ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જેની પાસેથી રૂપિયા 2500ના દરની 6 ટિકિટ મળી આવી હતી. આ ટિકિટને તે રૂપિયા 5 હજાર સુધી વેચાણ કરતો હોવાનું પોલીસ તપામાં સામે આવ્યું છે. આમ પોલીસે ફાઈનલ મેચના દિવસે ટિકિટની કાળા બજારી કરતાં ત્રણ વ્યક્તિને ઝડપી પાડીને 21 ટિકિટ ઝડપી પાડી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular