નવજીવન ન્યૂઝ. મધ્યપ્રદેશ: પ્રેમ ક્યારેય કોઈ ધર્મ કે જતી જોઈને થતો નથી, પ્રેમ તો બે વ્યક્તિઓ વચ્ચેની લાગણી છે. યુવક અને યુવતી કોઈ પણ સમુદાયના હોય કે કોઈ પણ જાતિના હોય, તેની સાથે પ્રેમને કોઈ નિસ્બત નથી. પરંતુ આપણાં સમાજમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ધર્મ અને જાતિના કારણે યુવક અને યુવતીને અલગ થવું પડ્યું હોય. એવા પણ ઘણા કિસ્સા છે જેમાં યુવક અને યુવતીની આ કારણે હત્યા કરી દેવામાં આવી હોય. મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લાગ્યા કરતાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મઘ્યપ્રદેશના મંદસૌરમાં (Mandsaur) એક હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા હતા. યુવતીના પરિવારજનો આ ઘટનાથી નારાજ હતા. જ્યારે યુવતીના ગુમ થયાની ફરિયાદ પરિવારજનો નોંધાઈ હતી, ત્યારે સ્થાનિક પોલીસે તપાસ કરી ગુમ યુવતીને શોધી કાઢી હતી અને તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. આ દરમિયાન પરિવારજનોને જાણ થઈ કે યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. ત્યારે જ યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનની અંદર પોતાની દીકરીને કફન પહેરાવી ફૂલહાર કર્યા હતા. ત્યારબાદ યુવતી સાથે સબંધો તોડી નાખ્યા હતા. આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસ સ્ટેશનની અંદર જ યુવતીને કફન પહેરાવાની ઘટના સામે આવતા આ પ્રકારના વ્યવહારથી પોલીસ ઉચ્ચઅધિકારીએ પોલીસ મથકના ત્રણ જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








