Friday, June 5, 2026
HomeGujaratAhmedabadપ્રેમીને પામવા નિકળેલી યુવતીને જ્યોતિષે છેતરી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠગને જેલ ભેગો...

પ્રેમીને પામવા નિકળેલી યુવતીને જ્યોતિષે છેતરી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠગને જેલ ભેગો કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime: અમદાવાદમાં યુવતી પ્રેમીને (Lover) પામવાના ચક્કરમાં જ્યોતિષની (astrologer) વાતોમાં આવી જતાં સોનાના દાગીના (Gold Jewellery) ગુમાવવાનો વારો આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે યુવતીને તેનો પ્રેમી પાછો મળી જાય અને બધુ સરખુ થઈ જાય તે માટે વિધિ કરવાનું કહીને વિશ્વાસધાત કર્યો હતો. જ્યોતિષે વિધિના નામે દાગીના પડાવી લેતાં યુવતીએ સાબરમતી પોલીસ (Sabarmati Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ahmedabad crime branch  astrologer
ahmedabad crime branch astrologer

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી રોશની MBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. એક દવાની કંપનીમાં ઘરે બેઠા સેલ્સનું કામ કરે છે. યુવતી તેના કંપનીના એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. પરંતુ કંઈક કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ જતા રોશની યુવકને પામવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ્યોતિષ રાણાભાઈના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંનેએ નંબરની આપ લે કરી હતી. જોકે યુવતીએ તેના પ્રેમસંબંધ તૂટી જવાની અને પ્રેમીને પાછો પામવાની વાત કરતા જ્યોતિષે વિધિ કરવાનું જણાવ્યું હતું.

- Advertisement -

જ્યોતિષે બધું સારું કરવા માટે સોનાના દાગીના પર વિધિ કરવાનું રોશનીને કહ્યું હતું. પ્રેમીને પામવા માટે જ્યોતિષે જણાવેલા સ્થળ સાબમરતી રેલવે સ્ટેશન પાસે રોશની દાગીના આપવા માટે ગઈ હતી. જ્યોતિષે વિધિ કરીને કલાકમાં દાગીના પરત કરવાનું કહીને જતો રહ્યો હતો. જોકે કલાકો બાદ પણ જ્યોતિષ બહાના બતાવી દાગીના પરત ન કરતા રોશની સાબરમતી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એ.ડી. પરમાર અને તેમની ટીમ દ્વારા ઠગાઈ કરી દાગીના પડાવતી ગેંગની તપાસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન મૂળ રાજસ્થાનનો અને મોઢેશ્વરી ચોકડી પાસે રહેતો રાજેન્દ્ર ઉર્ફે રાજુ મનોહરલાલ ભાર્ગવ આસ્ટોડીયા દરવાજા પાસેથી મળી આવ્યો હતો. તેની પાસેથી સોનાની ચેઈન, સોનાની લક્કી કુલ રૂપિયા 1,98,150 ના સોનાના દાગીના મળી આવ્યા હતા.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીએ astrologerranabhai.com નામની વેબસાઈટ બનાવીને ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવીને અલગ-અલગ પોસ્ટ મુકી પોતે જ્યોતિષકામ કરી તકલીફો દુર કરવા માટે વિધિ કરી આપવામાં આવશે તેવી જાહેરાત મુકી હતી. જે આધારે સાબરમતીની યુવતી તેના પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જ્યોતિષના સંપર્કમાં આવી હતી. જ્યોતિષે સોના પર વિધિ કરવાનું કહેતા યુવતી દાગીના લઈને જ્યોતિષ પાસે પહોંચી હતી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular