Friday, September 22, 2023
HomeGujaratVadodaraબાળકીઓ હવસના નરકમાં જાય તે પહેલા ઉગારી લેવાઈ, વડોદરામાં બાળ તસ્કરીનો પર્દાફાશ

બાળકીઓ હવસના નરકમાં જાય તે પહેલા ઉગારી લેવાઈ, વડોદરામાં બાળ તસ્કરીનો પર્દાફાશ

- Advertisement -

નવનજીવ ન્યૂઝ.વડોદરા: Vadodara Crime: રાજ્ય સહિત દેશમાં બાળ તસ્કરીની (Child trafficking) ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, જેમાં કેટલાક શખ્સો રીતસરનો બાળ તસ્કરીનો વેપલો કરી રહ્યા છે. આતરરાજ્ય સહિત દેશ બહાર સગીર વયની બાળકોઓનું વેચાણ કરી રહ્યાં છે. જયાં વડોદરા (Vadodara) ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમે (Child Helpline Team) બાળ તસ્કરી કરતા શખ્સને દબોચી સયાજીગંજના પોલીસને (Vadodara Police)સુપરત કર્યો છે અને એક આરોપી ફરાર છે. પકડાયેલા આરોપીની તપાસમાં અનેક ચોંકાવાનારા ખુલાસા થયા છે.

સંસ્કારી નગરી વડોદરામાં બાળ તસ્કરીના રેકેટ ઝડપવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં બાળકીઓને લોભ-લાલચ આપી એક રાજયમાંથી બીજા રાજ્ય લઇ જઈ તેમની દેહવ્યાપાર સહિતની જુદી-જુદી ગેરકાયદેસર પ્રવૃતિ કરાવનારા શખ્સ સુરેશ જયસ્વાલની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. જેમાં પૂછપરછમાં બાળકીઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યઓમાંથી સગીરાઓને 10 થી 60 હજાર સુધીમાં ખરીદી હોવાની કબૂલાત કરી છે. જયારે તેનો સાગરિત વિષ્ણુ મકવાણા બે સગીરાઓને રાજસ્થાનથી લાવ્યો હતો જે ફરાર છે. મુંબઈથી લઈને આવેલા સગીરાઓને દેહવ્યાપાર માટે ભાવનગર લઈ જવાનો હતો.

- Advertisement -

વડોદરામાં રેલ્વે સ્ટેશન બે શખ્સો ત્રણ સગીર બાળકીઓ સાથે નાસ્તાના સ્ટોલ પાસે ઉભા હતા. એટલામાં ત્યાં હાજર લોકોને શખ્સોની હલચલ પર શંકા જતા વાઈડ ચાઈલ્ડ લાઈફની ટીમને આ સમ્રગ ઘટનાની જાણ કરી હતી. વાઈડ ચાઈલ્ડની ટીમે શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરતા સંતોષકાર જવાબ મળ્યો ન હતો. જેને લઇ વાઈડ ચાઈલ્ડ લાઈફની ટીમે સંયાજીગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીઓ સહિત સુરેશ જયસ્વાલ નામના શખ્સને અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. જેમાં સુરેશ જયસ્વાલનો સાગરિત વિષ્ણુ મકવાણા ટીમને જોઇ નાસી ગયો હતો. પોલીસે હાલ આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસને આશંકા છે કે બાળ તસ્કરીનુ આખું નેટવર્ક મહારાષ્ટ્ર, રાજસ્થાનથી ગુજરાત સુધી વિસ્તરેલું છે. જો કે આ મામલાની ગંભીરતા જોતા વડોદરા પોલીસની એક ટીમ ભાવનગર અને એક ટીમ રાજસ્થાન જઈ સમ્રગ કેસની તપાસ કરશે.

આ અંગે સયાજીગંજના પોલીસ ઈન્સ્પેક્ટર અર્જિત જાડેજાએ જણાવ્યું કે, વાઈડ ચાઈલ્ડ લાઈનની ટીમનો મેસેજ મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકી અને શખ્સની પૂછપરછ કરતાં બાળ તસ્કરીની વાતનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળકીઓને દેહવ્યાપાર માટે સૌરાષ્ટ્ર ખાતે લઈ જવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. જેમાં ઝડપાયેલા આરોપી સુરેશ જયસ્વાલ બાળકીઓની દલાલીના ધંધા સાથે સંકળાયેલો છે. જે મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને મહારાષ્ટ્ર રહેતો હતો તેમજ ફરાર આરોપી મૂળ ભાવનગરનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.

TAG: Vadodara News, Child trafficking exposed in Vadodara, Vadodara Police

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular