નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ Halvad News: રાજ્યમાં નદીના પટ્ટમાં અનેક જગ્યાઓ ખનીજ માફિયાઓ (Mining Mafia) કબ્જો કરીને ગેરકાયદે રેતી ચોરવાનું કૌભાંડ (Sand Theft Scam)અવાર-નવાર પ્રકાશમાં આવતું હોય છે. ત્યારે ગઈકાલ મોડી રાત્રે સુરેન્દ્રનગરમાં (Surendranagar) રેતી ચોરીનું મોટું નેટવર્ક સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. રાત્રિના દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ (SMC Raid) કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફિયાઓમાં ફફળાટ ફેલાયો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, સુરેન્દ્રનગરના હળવદ પંથકના ચાડધ્રા ગામે આવેલી બ્રાહ્મણી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ચોરી થઈ રહી છે. માહિતીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.પરમાર અને સ્ટાફ એસ આર પી જવાનો સાથે રાખીને રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ નદીના પટ્ટમાં ત્રાટકી હતી. સ્ટેટ મોનિટરીંગની ટીમે ચાડધ્રા નજીકથી બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી રેતી ચોરી કરતાં 7 લોકોને ઝડપી પાડ્યા હતા.
નદીના પટ્ટમાંથી 15 ડમ્પર, 7 હિટાચી મશીન સહિત અન્ય વાહનો જપ્ત કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફિયામાં દોડધામ મચી હતી. હળવદ પંથકમાં આવેલી બ્રાહ્મણી નદી ખનીજ માફિયા માટે સોનાની ખાણ માનવામાં આવે છે. સ્થાનિક તંત્ર દ્વારા અનેકવાર દરોડા પાડવા છતાં ખનીજ માફિયાઓ વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મેસેજ અને જિલ્લા સેવાસદનમાં ખાણ ખાણીજ વિભાગની ટીમ ઉપર નજર રાખીને ભાગી છૂટવામાં સફળ રહેતા હતા. ત્યારે ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ખનીજ માફિયા સામે લાલઆંખ કરવામાં આવતા માફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








