નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad BMW Hit and Run Case: અમદાવાદમાં (Ahmedabad) પાંચ દિવસ અગાઉ 1 માર્ચના રોજ હિટ એન્ડ રનની (Hit and Run)ઘટના સામે આવી હતી. શહેરના ઝાયડસ હોસ્પિટસથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તા પર ફુલ સ્પીડમાં આવી રહેલી BMW કારે (BMW Car) દંપતીને અડફેટે લીધા હતા. જોકે આ બનાવ બાદ કાર ચાલક આરોપી સત્યમ શર્મા (Satyam Sharma) ફરાર થઈ ગયો હતો. સમગ્ર બાબતે એન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી.

સત્યમ શર્મા નામના કાર ચાલકે દંપતીને અડફેટમાં લીધા બાદ ઘટના સ્ળથથી થોડે દુર ખેતરમાં કારને મુકીને ફરાર થઈ ગયો હતો. જોકે સ્થાનીક લોકોએ કારનો પીછો કરીને આ બાબતની પોલીસને જાણકારી આપી હતી. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી દારૂની બોટલ અને ભાજપનો ખેસ મળ્યો હતો. જે BMW કારનો અકસ્માત થયો હતો તે સત્યમના પિતા કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. પોલીસ ફરાર સત્યમ શર્મા શોધમાં પોલીસ તેના ધરે પહોંચતા ત્યાંથી મળી આવ્યો ન હતો. ઉપરાંત સત્યમ શર્મા ક્યાં છે તે અંગે તેઓ ન જાણતા હોવાનું રટણ પોલીસ સમક્ષ કરતાં હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં હિટ એન્ડ રન, મોંઘીદાટ કારમાંથી ભાજપનો ખેસ, દારૂની બોટલ મળી
હિટ એન્ડ રન બનાવના 4 દિવસ થઈ જતાં પણ આરોપીની ભાળ સ્થાનિક પોલીસને ન મળતાં મામલો ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સુચના મળતાં જ આરોપીને સોધી કાઢવા પરિવારની પુછપરછ શરૂ કરી હતી ઉપરાંત ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સને મદદ લઈ આરોપી સત્મય શર્મા સુધી પહોંચી ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્યમ શર્માને રાજસ્થાનમાંથી દબોચ્યો છે. પોલીસ આરોપીને લઈ રાજસ્થાનથી અમદાવાદ આવવા રવાના થઈ છે. હિટ એન્ડ રનની ઘટના બાદ સત્યમ સામે અન્ય બે ગુના પણ દાખલ થયા છે. તેની કારમાંથી દારૂ મળી આવતા પ્રોહિબિશન અંગેનો ગુનો પણ નોંધાયો છે અને કારમાંથી છરી મળી આવતા હથિયાર અંગેનો ગુનો પણ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
TAG: Ahmedabad Crime Branch, BMW Hit and Run Case, Satyam Sharma, Rajasthan
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








