Friday, June 5, 2026
HomeGujaratAhmedabadહોળીની ઉજવણીને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા, 7 કે 8 માર્ચ?

હોળીની ઉજવણીને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા, 7 કે 8 માર્ચ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Holi 2023: હોળીના તહેવારને (Holi Festival) હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે લોકોમાં હોળી તહેવારની ઉજવણીને (Holi Celebration) લઈને કેટલીક અસમંજસ ઊભી થઈ છે. આ વર્ષે હોળીનો તહેવાર 7 માર્ચના રોજ કે પછી 8 માર્ચે હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તહેવારની અસમંજસ દૂર કરવા માટે આજે દેશભરના પંચાંગકર્તાઓની બેઠક મળી હતી. જેમાં હોળીના તહેવારને લઈને સ્પષ્ટતા કરવામાં આવી હતી.

સમગ્ર ભારત દેશમાં હોળીનો તહેવાર ખુબ ધામ-ધુમથી ઉજવાતો હોય છે. આ તહેવારની ઉજવણી કરવા માટે કેટલાક વિદેશી લોકો પણ ભારતમાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે હોળીના દહન ક્યારે કરવું તેને લઈને લોકો મુજવણમાં મુકાયા છે. સામાન્ય રીતે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતું આ વર્ષે પૂર્ણિમાની તિથિ 06 માર્ચે સાંજે 04:17 PM થી શરૂ થશે અને પૂર્ણિમાની તારીખ 07 માર્ચે સાંજે 06:09 PM સુધી એમ બે દિવસ સુધીની છે.

- Advertisement -

પૂનમની તિથિ 6 અને 7 તારીખે હોવાના કારણે આખરે હોળી દહન ક્યારે કરવું તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. લોકોની અસમંજસ દુર કરવા દેશભરમાંથી આવેલા પંચાંગકર્તાઓની બેઠક મળી હતી. જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરપ્રદેશ સહિતના પંચાંગકર્તાઓ હાજર રહ્યા હતા. 6 માર્ચ સાંજે 4:18 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. 7 માર્ચ મંગળવારે સાંજે 6:11 કલાકે સમાપ્ત થશે. જેથી હોળીનો સંધ્યાકાળ 6 માર્ચે મળી રહ્યો છે. જ્યારે હોળીની સૂર્યોદય તિથિ 7 માર્ચે મળી રહી છે.

6 માર્ચે સાંજે 4:18 કલાકે ભદ્રાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. અને કેટલાંક જ્યોતિષીઓ ભદ્રાના સમયમાં શુભ કાર્યને કરવું વર્જીત માને છે. ગુજરાતમાં ગુજરાતના અંબાજી, સોમનાથ, દ્વારકા અને ડાકોર જેવા મંદિરોમાં 6 માર્ચે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. અમદાવાદની વાત કરીએ તો, જગન્નાથ મંદિરમાં સાત માર્ચ મંગળવાર સાંજે હોળી પ્રાગટ્ય અને બુધવારે સવારે 10થી ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. સાળંગપુરમાં સાત માર્ચે સાંજે પુષ્પદોલોત્સ્વનો પર્વ ઉજવવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular