દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Ahmedabad News: ભારત અને ઓસ્ટ્રેલીયા (India- Australia)વચ્ચે હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border–Gavaskar Trophy)મેચ ચાલી રહી છે, ત્યારે હવે 9મી માર્ચે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) મેચ યોજાવા જઈ રહી છે. આ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની (Anthony Albanese)પણ મેચ હાજરી આપવાના છે. બંને દેશના વડાપ્રધાન મેચ જોવા આવવાના હોવાને કારણે સ્ટેડિયમ પહેલી વખત 1.10 લાખની ફૂલ કેપેસિટીથી ખચોખચ થાય તેવી શક્યતા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાવા જઈ રહેલી આ મેચની મોટા ભાગની ટિકિટ ખરીદી લીધી છે. આ ટિકીટો ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ વહેંચવામાં આવશે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. મળતી વિગત મુજબ અમદાવાદના ધારાસભ્યોએ અને કોર્પોરેટર્સ જેટલા પણ કાર્યકર્તાઓને લઈને આવવાના હોય તે મુજબ તેમણે ટિકિટની વહેંચણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ પ્રધાનમંત્રી અથવા તો ભાજપના કોઈ મોટા નેતાનો આવો કાર્યક્રમ હોય તેના માટે ભીડ એકત્રિત કરવામાં આવે છે. આવા સમયે હંમેશા ભીડની જવાબદારી સ્થાનિક નેતાઓના શીરે જ રહેતી હોય છે. જાહેર વાહન વ્યવહાર માટે વપરાતી બસોમાં કાર્યકરોને ઘેટાં-બકારની જેમ ભરીને જાણીતા નેતાઓની સભા અને કાર્યક્રમોમાં લઈ જવામાં આવતા હોય તેનાથી સૌ કોઈ માહિતગાર છે. જોકે એક વાત ચોક્કસ છે અને અમદાવાદ માટે સારી પણ છે કે બંને દેશના વડાપ્રધાનના આગમનને પગલે શહેરનું રંગોરોગાન થઈ જશે. જેથી કેટલાક દિવસો સુધી ફરી અમદાવાદ શહેર સ્વચ્છ અને સુંદર દેખાશે વળી ફરી ક્યારેક કોઈ નેતા આવશે ત્યારે ફરી શહેરને રંગોરોગાનનો લ્હાવો મળશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








