Monday, April 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હિટ એન્ડ રન, મોંઘીદાટ કારમાંથી ભાજપનો ખેસ, દારૂની બોટલ મળી

અમદાવાદમાં હિટ એન્ડ રન, મોંઘીદાટ કારમાંથી ભાજપનો ખેસ, દારૂની બોટલ મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad BMW Car Accident: અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલ રાત્રે એક હિટ એન્ટ રનની (Hit and Run) ઘટના સામે આવી છે. શહેરમાં સિમ્સ હોસ્પિટલ (CIMS Hospital)નજીક રસ્તા પર પસાર થઈ રહેલા દંપતીને પુરપાટ ઝડપે આવી રહેલી BMW કારે અડફેટે લીધા હતા. આ બનાવમાં દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ઘટના સ્થળથી થોડી દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે આ હિટ એન્ટ રન મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Ahmedabad BMW Car Hit and Run Case
Ahmedabad BMW Car Hit and Run Case

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટસથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તે ગઈકાલ રાત્રીના સમયે ફુલ સ્પીડમાં આવી રહેલી BMW કારે રાહદારી દંપતી અડફેટમાં લેતા દંપતી ફંગોળાઈની રસ્તા પર પટકાયું હતું. અકસ્માત બાદ રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતો, પરંતુ કાર ચાલક ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર કારને ખેતરમાં મુકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલકે 3થી 4 લોકોને અડફેટે લીધા હતા, કાર ખુબ સ્પીડમાં હતો અને દારૂ પીધેલી હાલતમાં હતો.

- Advertisement -

સમગ્ર ઘટના અંગેના સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે. બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ, કેફી પીણું ભરેલા ગ્લાસ અને ભાજપનો ખેસ કારમાંથી મળી આવ્યો હતો. BMW કાર શ્રીક્રિષ્ના શર્માના નામે રજીસ્ટર્ડ છે. કાર તેમનો પુત્ર સત્યમ શર્મા ચલાવી રહ્યો હતો. સત્યમ શર્માનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે. તેમની આનંદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે.

અકસ્માતના બનાવ બાદ એન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવા માટે કાર ચાલક સત્યમ શર્માના ઘરે પહોંચી છે. પરંતું ગઈકાલ રાત્રે થયેલા અકસ્માત બાદ પરિવાર ફરાર થઈ ગયો છે. કાર ચાલક સત્યમ શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સ્પીડ સાથે કાર ચલાવાના વીડિયો પણ મુકવામાં આવ્યા છે. સાથે જ તે 2016માં RSS સાથે જોડાયો હોવાની જાણકારી પણ મુકી છે. ગઈકાલે સર્જાયેલા હિટ એન્ટ રન કેસ બાબતે એન ડિવિઝનના એ.સી.પી. અશોક રાઠવાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બનાવ અંગે રાતે 10 વાગ્યે કેસ નોંધવામાં આવ્યો છે, BMW કાર ફૂલ ઝડપે હતી. આ દરમિયાન ઝાયડસ હોસ્પિટસથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તે અમિત ભાઈ અને તેમના પત્નીને અડફેટે લેતા ઇજાઓ પહોંચી છે. હાલ ઈજાગ્રસ્ત દંપતી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. BMW કારમાંથી દારૂની બોટલ મળી હતી, જે અંગે અલગ કેસ પણ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, BMW કાર સત્યમ શર્મા નામનો યુવક ચલાવતો હતો, આ કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. આ કારની સ્પીડ કેટલી હતી તેની તપાસ FSL દ્વારા કરવામાં આવશે. અક્સ્માત સ્થળ અને ગાડી મળી તે જગ્યાના સી.સી.ટી.વી.ની ફુટેજની તપાસ કરવામાં આવશે. ઉપરાંત કાર ચાલક સત્યમ શર્માના સોશિયલ મીડિયામાં સ્પીડથી કાર ચલાવવાના જે વીડિયો અપલોડ કર્યો હતો તે વીડિયોના આધારે પણ અલગ કેસ નોધાવામાં આવશે. સમગ્ર મામલે હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular