નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad ACB Trap: અમદાવાદમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ રોડ પર અંડિગો જમાવીને ઉભેલા TRB જવાનના (TRB Jawan) કારણે અમદાવાદીઓ ત્રાહીમામ પુકારી ચુક્યા છે. TRB જવાન દ્વારા રાહદારીઓને ખોટી રીતે હેરાનગતિ કરીને દસ્તાવેજ અને પુરાવા માગીને તોડપાણી કરતાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યાર આજે અમદાવાદમાં(Ahmedabad) એક TRB જવાન ACBના ડીકોયમાં વાહનચાલક પાસેથી કટકી (Bribe) કરવા જતાં ઝડપાઈ ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેરમાં નેશનલ હાઈવે નજીક આવેલા જશોદાનગર ચાર રસ્તા પાસે પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને રોકીને હેરાન પરેશાન કરીને દંડ સિવાય અંગત સ્વાર્થ માટે લાંચ લેતા હોવાની જાણકારી એસીબીને મળી હતી. આ માહિતીના આધારે એસીબીના કર્મચારી ડિકોયરને સાથે રાખીને છોટા હાથી વાહનમાં જસોદાનગર ચાર રસતા પાસેના બ્રીજની નીચે પસાર થયાં હતા.
આ દરમિયાન જશોદાનગર ચાર રસ્તા પાસેના ફાયર બ્રિગેડની સામેની તરફ પહોંચતા જ “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશનના મેહુલ પ્રજાપતિ નામના ટીઆરબી જવાને ડિકોયરનું છોટા હાથી વાહનને ઊભું રખાવ્યું હતું. ત્યાર બાદ ટીઆરબી જવાને ડિકોયર સાથે વાતચીત કરીને 100 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ટીઆરબી જવાને એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. એન. પટેલની હાજરીમાં લાંચની માગણી કરીને સ્વીકારતા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. એસીબીએ લાંચીયા ટીઆરબી જવાને ડિટેઈન કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








