નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા મહાઠગ કિરણ પટેલને (Thug Kiran Patel) હવે ફરીથી જમ્મુ કશ્મીર (Jammu Kashmir)લઈ જવામાં આવી રહ્યો છે. ગત 4 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ટ્રાન્સફર ઓર્ડરના આધારે જમ્મુ કશ્મીરથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા કિરણ પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે 21 એપ્રિલના રોજ પૂર્ણ થયા હતા. જેથી હવે નકલી PMO અધિકારી (Fake PMO Officer)કેસમાં પૂછપરછ કરવા માટે કિરણ પટેલને જમ્મુ કશ્મીર લઈ જવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં મણીનગરમાં આવેલી આકાંક્ષા ક્રિએશનનું નામ ખૂલ્યું હતું, જ્યાં કિરણ પટેલે નકલી PMO અધિકારીનું કાર્ડ બનાવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હાલ આકાંક્ષા ક્રિએશનના પિયુષ પટેલની પણ ધરપકડ કરી છે. મહાઠગ કિરણ પટેલે આ નકલી કાર્ડના આધારે લોકો સાથે ઠગાઇ કરી હતી. જે મામલે તેની સામે અમદાવાદમાં અને જમ્મુમાં ગુના નોંધવામાં આવ્યા છે. હાલ અમદાવાદ પોલીસના રિમાન્ડ પૂર્ણ થયા હોવાને કારણે હવે કિરણ પટેલને પૂછપરછ માટે ફરીથી જમ્મુ કશ્મીર લઈ જવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં સર્વ પ્રથમ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ છેતરપિંડી કરીને ઘર પડાવી લેવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલને જમ્મુ કશ્મીરથી અમદાવાદ પૂછપરછ માટે લઈ આવી હતી. ત્યાર બાદ અન્ય પણ કેટલાક લોકોએ નકલી PMO અધિકારીની ઓળખ આપીને કિરણ પટેલે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમના એક છે હાર્દિક ચાંદાવાણી.
હાર્દિક ચાંદાવાણી ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરે છે અને કિરણ પટેલે નકલી PMO અધિકારી તરીકેની ઓળખ આપી અને કાશ્મીરમાં કામ અપાવવાનું કહીને તેમની સાથે 3.91 લાખની ઠગાઇ કરી હતી. આવી જ રીતે નરોલના એક બિલ્ડર સાથે પણ કિરણ પટેલે નકલી PMO અધિકારીની ઓળખ આપીને જમીન દસ્તાવેજ કર્યા વગર જ 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બંને વ્યક્તિઓએ પણ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








