Tuesday, June 23, 2026
HomeGujaratRajkot4 જ કલાકમાં રાજકોટ રક્તરંજિત: એક જ વિસ્તારમાં બે વેપારીઓનું કાસળ કાઢી...

4 જ કલાકમાં રાજકોટ રક્તરંજિત: એક જ વિસ્તારમાં બે વેપારીઓનું કાસળ કાઢી નાખ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે કથળી રહી હોય તેમ એક જ દિવસમાં બે હત્યાની ઘટના (Murder ) બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જેને લઈ શું રાજકોટમાં (Rajkot) ગુનેગારોને પોલીસને ખૌફ રહ્યો નથી? તેવા અનેક સવાલો પોલીસની (Rajkot Police) કામગીરી સામે ઉઠી રહ્યા છે. એક જ સપ્તાહમાં ચાર હત્યાની ઘટનાથી રંગીલા રાજકોટની છાપ રક્તરંજિત રાજકોટ તરીકે બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તે વચ્ચે રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં બે હત્યાની ઘટના બની છે. જેમાં એક ઘટના પ્રેમ પ્રકરણ અને એક પૈસાની લેતદેતી મામલે થઈ છે. પોલીસે આ બંને મામલે તપાસ હાથધરી છે.

ઘટના-1

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ હત્યાની ઘટના પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં રહેતા 36 વર્ષીય સલીમ ઓડિયાના 5 વર્ષ અગાઉ એક મહિલા સાથે આડા સબંધો હતા અને મહિલા સલીમ સાથે ભાગી ગઈ હતી. જેની દાઝ રાખી મહિલાના પુત્રએ પોતાના સાગરિતો સાથે મળી સલીમ ઓડિયાની છાતીના ભાગે તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેમાં મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર, આરોપી અવાર-નવાર પૈસા માટે દબાણ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જે બાબતે મૃતકના ભાઈએ આરોપી આબીદ, અરબાઝ, અનીશ, આવેશની સામે થોરાળા પોલીસે સ્ટેશન ખાતે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી.

- Advertisement -

ઘટના-2

આધેડને બોથડ પર્દાથના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

પહેલી હત્યાને કલાકો વિત્યા ન હતા, ત્યારે બીજી હત્યાની ઘટના તે જ દિવસે 4 કલાકના અંતરાલમાં બનતા ગંજીવાડા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ બજરંગી વાળામાં રહેતા 50 વર્ષીય સાજીદ નામના વેપારી જ્યુબેલી માર્કેટમાં લસણનો ધંધો કરતા હતા. તેઓ આજે સોમવારે પોતાની દુકાને હતા તે દરમિયાન સાંજે સાત વાગ્યા અરસામાં 4 જેટલા શખ્સો તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને પૈસાની લેતી દેતી મામલે માથકૂટ કરી હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા શખ્સોએ આવેશમાં આવી સાજીદને માથાના ભાગે ધોકાના ફટકા મારી તેમની હત્યા કરી હતી. સમ્રગ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 4 જેટલા શખ્સો સામે હત્યોનો ગુનો નોંધી આરોપીઓની પકડી પાડવા તપાસ ચક્રો ગતિમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુનેગારોમાં પોલીસનો ખૌફ દિવસેને દિવસે ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કાયદાની પોથીમાં જે કડકાઈ જોવા મળે છે. તે સામાન્ય રીતે ગુનેગારો સામેની કાર્યવાહીમાં ક્યાંક ઓછી જોવા મળતી હોય તેના પગલે આવા શખ્સો બેફામપણે કાયદો તોડતા દેખાય છે. જોકે આવા ગુનેગારોને કડક કાર્યવાહી કરી પોલીસનો ડર ઉભો થાય અને આવા કૃત્ય કરતા અટકે તેવી લોક માગ ઉઠી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular