નવજીવન ન્યૂઝ. અમદાવાદ : રાજ્યમાં કારના રજીસ્ટ્રેશન નંબરના કેટલાક લોકો એવા શોખીન હોય છે કે તેઓ મનપંસદ નંબર લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે. આ સાંભળીને મોટાભાગના લોકોને લાગે કે આટલા પૈસામાં તો નવી પેટી પેક કાર આવી જાય. ત્યારે અમદાવાદ(Ahmedabad)માં એક મર્સીડિસ બેન્ઝ (Mercedes-Benz India)કારના માલિકે 1111 નંબર મેળવવા માટે 10 લાખની બોલી લગાવી હતી. માનવમાં આવે છે કે આ નંબર પહેલી વખત આટલી ઊંચી કિંમતે વેચાયો છે.
અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં શનિવારે જીજે 01 ડબલ્યુકે સિરીઝમાં પસંદગીના નંબર માટેની હરાજીમાં 828 કાર માલિકોએ અરજી કરી હતી. પસંદગીના નંબર માટે આવેલી અરજીમાં એક જ નંબર મેળવવા 94 લોકોએ એક કરતા વધુ અરજી કરી હતી. જોકે આરટીઓના ઇતિહાસમાં પ્રથમવાર કારમાં પસંદગીના એક નંબર માટે 10 લાખની હરાજી થઈ છે. અગાઉ 8.50 લાખ સુધી પસંદગીના નંબર માટે હરાજી થઇ છે.
શનિવારે યોજાયેલી હરાજીમાં 1.15 કરોડ કિંમતની મર્સીડિસ બેન્ઝના કાર માલિકે 1111 નંબર 10.21 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. અન્ય નબંરની વાત કરીએ તો 1 નંબર 3,95,000માં, 7 નબંર 2,16,000માં, 9 નબંર 1,99,000, 111 નંબર 2,21,000, 7272 નંબર 1,56,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. ટુવ્હિલર માટે જીજે01 એક્ષડી સિરીઝ ખુલતા પસંદગીના નંબરો માટે હરાજીમાં 1 નંબર 33,000, 0007 નંબર 34 હજાર, 0009 નબંર 8 હજાર, 7878 નંબર 11 હજાર, 1919 નબંર હજારમાં ખરીદવામાં આવ્યો હતો. ટુવ્હિલર વાહનોમાં પસંદગીના નંબર મેળવવાનો ક્રેઝ ધટી રહ્યો છે. જ્યારે કાર માલિકોમાં આ ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








