Saturday, August 15, 2026
HomeNationalપોલીસે 3 આફ્રિકનની ધરપકડ કરી, સાથીઓને છોડાવવા 100ના ટોળાએ પોલીસ સાથે બાથભીડી

પોલીસે 3 આફ્રિકનની ધરપકડ કરી, સાથીઓને છોડાવવા 100ના ટોળાએ પોલીસ સાથે બાથભીડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: દિલ્હીમાં શનિવાર રાત્રે મૂળ આફ્રિકા(Africa)ના ત્રણ લોકોને પોલીસે(Delhi Police) ધરપકડ કરતાં જોવા જેવી થઈ હતી. પોતાના સાથીઓને પોલીસ પકડથી છોડાવવા માટે 100થી વધુ આફ્રિકન લોકો પોલીસ સ્ટેશનમાં ધુસી આવ્યા હતા અને પોતાના સાથીઓને પોલીસ પકડમાંથી છોડાવવા માટે પોલીસ સાથે બાથભીડીને પોલીસથી મુક્ત કરાવ્યા હતા. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સંભાળતી પોલીસ જ સુરક્ષીત નથી.

દક્ષિણ દિલ્હીના રાજુ પાર્ક વિસ્તારમાં વિઝા સમાપ્ત થયા બાદ રહેતા ત્રણ આફ્રિકન લોકોની ધરપકડ કરવા ગયેલી નાર્કોટિક્સ સ્ક્વોડની એક ટીમ પર દક્ષિણ આફ્રિકાના મૂળના લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ કેટલાક આરોપીઓને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત પણ કર્યા હતા. બાદમાં પોલીસની ટીમે તેઓને ફરીથી પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

- Advertisement -

ગઈકાલે નાર્કોટિક્સ સ્કવોડની ટીમ આફ્રિકન મૂળના કેટલાક આરોપીઓને પકડવા રાજુ પાર્કમાં ગઈ હતી. ત્યાં આફ્રિકન મૂળના 3 એવા લોકો ઝડપાયા હતા, જેમના વિઝા સમાપ્ત થઈ ગયા હતા. આ દરમિયાન આફ્રિકન મૂળના 100 લોકો એકઠા થયા અને પોલીસ ટીમ પર હુમલો કર્યો અને ત્રણેય આરોપીઓને કસ્ટડીમાંથી છોડાવ્યા.

આ પછી બચાવાયેલા આરોપીઓમાંથી એક ફિલિપ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ પછી નેબ સરાય પોલીસ સ્ટેશન અને નાર્કોટિક્સ સ્ક્વોડની ટીમ ગઈ અને આફ્રિકન મૂળના 4 નાગરિકોની ધરપકડ કરવામાં આવી. દરમિયાન, ફરીથી 200 આફ્રિકન મૂળના નાગરિકો એકઠા થયા, પરંતુ પોલીસની ટીમ કોઈક રીતે તેમને પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular