Thursday, November 26, 2026
HomeNationalબિઝનેસમેન 160 કરોડનું સોનું ટ્રકમાં ભરીને તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યા, 121 કિલો...

બિઝનેસમેન 160 કરોડનું સોનું ટ્રકમાં ભરીને તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યા, 121 કિલો સોનાના દાગીના ચઢાવાએ રેકોર્ડ સર્જ્યો

- Advertisement -

Donation of 160 kg of gold at Tirupati Balaji Temple sets a record : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના એક ભક્ત અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 121 કિલો સોનાના દાગીના અપર્ણ (121 kg of gold ornaments offered to Lord Venkateswara) થવા જઈ રહ્યા છે. તિરુમાલા મંદિરમાં આજે 160 કરોડના સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવશે. આ દાગીનાની કિંમત 150 થી 160 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. દાગીના બનાવવામાં અંદાજે દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ખાસ અવસર પર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) પણ ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા તિરુમાલા પહોંચી શકે છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓ સાથે અગાઉથી જ ચર્ચા કરીને આજે ગુરૂવારે 26 નવેમ્બરના રોજ મંદિરમાં સોનાના દાગીનાનો ચઢાવો મોકલવામાં આવ્યો છે. ભગવાનનો અપર્ણ 45 જુદાજુદા દાગીનાઓ જે સોનામાંથી બનાવાયેલા છે તે અપર્ણ કરવામાં આવશે. ભગવાનને ચઢાવવામાં આવનારા આ આભૂષણોમાં મુગટ, શંખ ચક્ર, કમરબંધ, ભુજકીર્તિ અને અભય હસ્તનો સમાવેશ થાય છે.

- Advertisement -

સીએમ ચંદ્રબાબુ નાયડુએ સોનાના દાગીના અપર્ણ કરનારા ભક્ત વિશે માહિતી આપી છે. CM નાયડુએ કહ્યું કે ભક્તે ભગવાન વેંકટેશ્વર સ્વામીના નામ પર એક કંપની શરૂ કરી હતી. જેમાં તેમને સારી એવી સફળતા મળતા કંપનીનો 60 ટકા હિસ્સો 1.5 બિલિયન ડૉલરમાં વેચ્યો છે. તેઓ માને છે કે આ સંપત્તિ ભગવાન વેંક્ટેશ્વર સ્વામી દ્વારા આપવામાં આવી છે અને તેથી તે તેમને પરત કરવી જોઈએ.

સીએમ નાયડુએ એમ પણ કહ્યું કે ભક્ત પોતાની ઓળખ જાહેર કરવા નથી ઈચ્છતા. તેમણે ખાસ કરીને પોતાની ઓળખ ગુપ્ત રાખવાની અપીલ કરી છે. તેણે સીએમને પત્ર લખીને કહ્યું હતું કે મહેરબાની કરીને મારું નામ જાહેર ન કરો. ભક્તની શ્રદ્ધાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દાતાએ પોતે ભગવાનના દાગીના માટે 121 કિલો સોનાનો આંકડો નક્કી કર્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular