નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ચંદ્ર પર સફળ લેંડિંગ બાદ ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં વધુ એક ઈતિહાસ રચ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના સૂર્ય મિશનના આદિત્ય L-1એ (Aditya L1) લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચીને રેકોર્ડ હાંસલ કર્યો છે. આ સાથે આદિત્ય L-1ને તેની અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. અહીં આદિત્ય બે વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે. ભારતનું આ પ્રથમ સૂર્ય અભ્યાસ મિશન 2 સપ્ટેમ્બરના રોજ ISRO દ્વારા લોંચ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ (PM Modi) પણ ઈસરોની આ સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. ટ્વીટ કરીને ઈસરોના વખાણ કરતા તેમણે લખ્યું કે ‘ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતની સૌપ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી આદિત્ય-L1 તેના ગંતવ્ય સ્થાને પહોંચી છે. સૌથી જટિલ અવકાશ મિશનમાંના એકને સાકાર કરવામાં અમારા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણનો પુરાવો. આ અસાધારણ સિદ્ધિ પ્રશંસાને પાત્ર છે. અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું.’
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








