Thursday, September 10, 2026
HomeNationalજેલથી બહાર નહીં આવી શકે અબૂ સાલેમ, હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ...

જેલથી બહાર નહીં આવી શકે અબૂ સાલેમ, હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ફગાવી અરજી

- Advertisement -

Abu Salem Petition in SC: 1993 ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના દોષી અને ગેંગસ્ટર અબૂ સાલેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અબુ સલેમની સમયથી પહેલા છોડવાની અરજીને સુપ્રીમ કોર્ટે ખારીજ કરી દીધી છે. તેની અરજી પહેલા બોમ્બે હાઈકોર્ટે પણ ખારીજ કરી હતી. જે બાદ અબૂ સાલેમના વકીલે સર્વોચ્ચ અદાલત તરફ દોટ લગાવી હતી. જોકે ઉચ્ચ ન્યાયાલયે તેને છોડી દેવાની માગ કરતી અરજી ખારીજ કરતા બોમ્બે હાઈકોર્ટના ના છોડવાના નિર્ણયને ચાલુ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે અબૂ સાલેમ અત્યારે નાસિક સેંટ્રલ જેલમાં બંદ છે. સાલેમે પોર્ટુગલથી થયેલા પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત 25 વર્ષની સજા પૂરી થયાનો દાવો કરતા પોતાને છોડવાની અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ખારીજ કરી દીધી છે.

અબુ સાલેમની અરજી પર સુપ્રીમ કોર્ટે 27 જુલાઈએ સુનાવણી પૂર્ણ કરીને નિર્ણય અનામત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે તેની વહેલી મુક્તિની માંગ ફગાવી દેતાં સ્પષ્ટ થઈ ગયું છે કે હાલ અબુ સાલેમ જેલમાંથી બહાર આવી શકશે નહીં. અબુ સાલેમ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સજામાં મળેલી છૂટ એટલે કે રિમિશનને ગણતરીમાં લેવામાં આવે તો તેની 25 વર્ષની સજા પૂર્ણ થઈ ગઈ છે. આ આધારે તેણે જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. જોકે, બોમ્બે હાઈકોર્ટે તેની અરજીને સમય પહેલાં કરવામાં આવેલી અરજી ગણાવી હતી અને કહ્યું હતું કે તેની 25 વર્ષની સજાનો સમયગાળો 2030માં પૂર્ણ થશે. અબુ સાલેમના વકીલે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હવે વહેલી મુક્તિની માંગ ફગાવી દીધી છે. જેના કારણે સાલેમની જેલમાંથી સમય પહેલાં બહાર આવવાની આશા પર હાલ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

- Advertisement -

મહત્વનું છે કે 2002માં પોર્ટુગલમાંથી અબુ સાલેમનું ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રત્યાર્પણ સમયે ભારત સરકારે પોર્ટુગલને આંતરરાષ્ટ્રીય સ્તરે આશ્વાસન આપ્યું હતું કે અબુ સાલેમને 25 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રાખવામાં નહીં આવે અને તેને ફાંસીની સજા પણ આપવામાં નહીં આવે. અબુ સાલેમના વકીલોનો તર્ક રહ્યો છે કે 2005થી ભારતમાં તેની કસ્ટડીના સમયગાળાને ધ્યાનમાં લઈને તેને રાહત મળવી જોઈએ. બીજી તરફ, કોર્ટ સમક્ષ તેની સજાની ગણતરી અને 25 વર્ષની મુદત ક્યારે પૂર્ણ થાય છે તે મુદ્દો મહત્વનો બન્યો હતો.

સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણય બાદ બોમ્બે હાઈકોર્ટનો અગાઉનો આદેશ યથાવત્ રહ્યો છે. એટલે કે અબુ સાલેમને હાલ વહેલી મુક્તિ મળી શકશે નહીં અને તે નાસિક સેન્ટ્રલ જેલમાં જ રહેશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular