નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) દામોદર કુંડમાં (Damodar Kund) મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણની વિધિ કરવા માટે આવતા હોય છે. આજે આ દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. બે વર્ષના બાળકનું દામોદર કુંડમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ (Child drowning death) થયું છે. બે વર્ષનું બાળક પરિવાર સાથે પિતૃર્પણ વિધિ કરવા માટે કુંડ પાસે ગયું હતું. ત્યારે તેનું બેલન્સ બગાડતા પાણીમાં ગરકાવ થયું હતું. ડૂબતાં બાળકને બચાવવા માટે પરિવારજનોએ બૂમ પણ પાડી હતી, પરંતુ બાળકને બહાર કાઢવામાં આવે તે પહેલા બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાને પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો પણ દામોદર કુંડ પાસે દોડી આવ્યા હતા.
બનાવની મળતી માહિતી પ્રમાણે, આજે માણવદરનો એક પરિવાર જૂનાગઢના દામોદર કુંડ પાસે બપોરે 2 વાગ્યાના અરસામાં પિતૃ તર્પણની વિધિ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમની સાથે રહેલું બે વર્ષનું બાળક દામોદર કુંડ પાસે પહોંચ્યું હતું. ત્યારે પિતૃ તર્પણ વિધિ દરમિયાન બે વર્ષીય બાળકનું બેલન્સ બગાડતા તે દામોદર કુંડમાં ડૂબી ગયું હતું. જ્યારે પરિવારનું બાળક પર ધ્યાન પડ્યું ત્યારે તે પાણીમાં હાથ પગ ચલાવી રહ્યું હતું. જોકે તેને બચાવવામાં આવે તે પહેલા તેનું ડૂબવાથી મૃત્યુ થયું હતુ. ઘટનાની જાણ પરિવારે ફાયર વિભાગને કરતા ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક દામોદર કુંડ પાસે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ બાળકનું મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
માસૂમ બાળકના આકસ્મિક મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે માણવદરનો આ પરિવાર જૂનાગઢના દામોદર કુંડ પાસે વિધિ કરવા માટે આવ્યો હતો. આ પિતૃ તર્પણની વિધિ દરમિયાન આ અકસ્માત થયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








