Saturday, July 25, 2026
HomeGujaratSurat‘તુ મારી પ્રેમિકા જોડે કેમ રહે છે’ તેવું કહી જૂના પ્રેમીએ નવા...

‘તુ મારી પ્રેમિકા જોડે કેમ રહે છે’ તેવું કહી જૂના પ્રેમીએ નવા પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) વરાછા વિસ્તારમાં આવેલી પાટીચાલ ઝૂંપડાપટ્ટીમાં પ્રેમ સબંધમાં (Love Affair) ખૂની ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. જ્યાં યુવતીના જૂના પ્રેમીએ નવા પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક પણ દોડી આવ્યા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ વરાછા પોલીસને (Varachha Police) થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાબતે મૃતક યુવકની માતાની ફરિયાદના અધારે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં રહેતી પૂજાએ તેના જ વિસ્તારમાં રહેતા ચિરાગ નામના યુવક સાથે પ્રેમ સબંધ બાધ્યા હતા. જેની જાણ પૂજાના જૂના પ્રેમી અનસ સોડાવાલાને થઈ હતી. જે બાદ તે પાટીચાલ ઝૂંપડપટ્ટી પૂજાના ઘરે પહોચ્યો હતો, પૂજાનો પ્રેમી ચિરાગ પણ ત્યાં જ હતો. જેનાથી અનસ ખૂબ જ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલી છરી ચિરાગના પેટના ભાગે મારી હતી. જેના કારણે ચિરાગને ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ બૂમાબૂમ થતાં આરોપી અનસ ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા ચિરાગને તાત્કાલિક એમ્બુલેન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ચિરાગનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

હત્યાની ઘટનાની જાણ વરાછા પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આજુબાજુના લોકોના નિવેદન નોંધ્યા હતા. હત્યાની ઘટનાને લઈ મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતાં વરાછા પોલીસે આરોપી અનસ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Tag: Surat Crime News in Gujarati

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular