લતીફ ભાગ-23: પોપટીયાવાડ Popatiyawad માં પોલીસે ઘુસી લતીફ (Latif) ને પકડવાની હિમંત કરી પછી લતીફ (Latif) રીતસરનો ફફડી ગયો હતો. તેને સામે મોત દેખાઈ રહ્યું હતું. ગુજરાતમાં ઝડપથી રાજકિય સ્થિતિ બદલાઇ રહી હતી. રાધીકા જીમખા Radhika Gymkha ના હત્યાકાંડ અને ત્યાર બાદ સાંસદ રઉફવલીઉલ્લાહ Raufwaliullah ની હત્યાને કારણે ચીમનભાઈ પટેલ Chimanbhai Patel સરકાર ચારે તરફથી ભીંસમાં મુકાઈ ગઈ હતી. આ સ્થિતિમાં હવે જાહેરમાં લતીફ (Latif) ને મદદ કરવાની કોઈની હિમંત ન્હોતી. પોલીસ અધિકારીઓને ગૃહમંત્રી સી. ડી. પટેલ C.D.Patel નું પીઠબળ મળતા હવે તેઓ પણ લતીફ (Latif) ના સામ્રાજ્યને ખતમ કરવાના મુડમાં હતા. લતીફ (Latif) સમજી ગયો હતો કે ભારત તેના માટે સલામત નથી કારણ કે જે નેતાઓ લતીફ (Latif) ની આગળ પાછળ ફરતાં હતાં તે જ નેતાઓ હવે લતીફ (Latif) નો ફોન લેવા માટે તૈયાર ન્હોતા. શરીફખાન Sharifkhan પકડાયો ત્યાર બાદ ફરાર થયેલો લતીફ (Latif) પહેલા નેપાળ Nepal અને ત્યાર બાદ પાકિસ્તાન Pakistan જતો રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
સિનિયર અને પ્રમાણિક પોલીસ અધિકારીઓને ખબર હતી કે આ સમયે જો તેઓ અસરકારક કામગીરી નહીં કરે તો લતીફ (Latif) ને ફરી ઉભો થતાં વાર લાગશે નહીં. તેને જડમુળમાંથી ખતમ કરી નાખવો જોઈએ તેના માટે લતીફ (Latif) પકડાવવો જરૂરી હતો. લતીફ (Latif) ભારતની બહાર હોય તે સંજોગોમાં તેમની કામગીરી મુશ્કેલ હતી. પરંતુ કેટલાંક આઈપીએસ IPS અધિકારીઓએ લતીફ (Latif) ના ઈસ્યુને વ્યક્તિગત ઈસ્યુ બનાવી દીધો હતો. તેમને જાણકારી મળી હતી કે લતીફ (Latif) નેપાળ Nepal માં છે. આ સંજોગોમાં ભારતની બહાર જવા માટે અનેક નિયમનો તેમને સામનો કરવાનો હતો. પહેલા રાજ્ય સરકાર અને બાદમાં કેન્દ્ર સરકારની મંજુરી લેવાની હતી. બંન્ને સરકારો ત્યારે જ મંજુરી આપે કે જ્યારે કાગળ ઉપર ભારત બહાર જવાના પુરતા કારણો હોય. બીજુ ભય સ્થાન એવુ પણ હતું કે લતીફ (Latif) ને ભલે કોઈ જાહેરમાં મદદ કરતા ન્હોતા પણ હજી ખાનગીમાં તેની સાથે સંપર્ક રાખનારાઓ સરકારમાં બેઠા હતાં. તેથી કાગળ ઉપર વાત લેવામાં આવે તો લતીફ (Latif) સુધી તેની જાણકારી જતી રહેવાની પુરી શક્યતા રહેલી હતી. એવુ કહેવાય છે કે ગુજરાતના 2 IPS આઈપીએસ અધિકારીઓને જાણકારી મળી કે લતીફ (Latif) નેપાળમાં એક ચોક્કસ સ્થળે આશ્રય લઈ રહ્યો છે. આ માહિતીને અંગે આ બંન્ને અધિકારીઓએ પોતાના સિનિયરને પણ જાણ કરી નહીં અને બંન્ને અલગ અલગ દિવસે વિવિધ કારણ આપી રજા ઉપર જતાં રહ્યાં હતાં. જો કે રજા તેમનું બહાનું હતું. ખરેખર આ બંન્ને આઈપીએસ IPS અધિકારીઓ રજા લઈ સીધા નેપાળ પહોંચી ગયા હતાં, પણ આ પોલીસ અધિકારીઓની બદનસીબ અને લતીફ (Latif) નું નસીબ કામ કરી ગયું. કોઈક કારણસર લતીફ (Latif) તેમનાથી બચી નિકળી ગયો. જો કે લતીફ (Latif) પહેલા કરતાં પણ વધુ ડરી ગયો હતો. કારણ તે નેપાળ છે તે માહિતી પણ આઈપીએસ IPS અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી અન તેઓ નેપાળ Nepal સુધી આવી ગયા હતાં. હવે લતીફ (Latif) ન નેપાળ પણ સલામત લાગ્યુ નહીં અને ત્યાંથી તેણે સીધો પાકિસ્તાન Pakistan નો રસ્તો પકડી લીધો જ્યાં તેનો ગોડ ફાધર દાઉદ ઈબ્રાહીમ Dawood Ibrahim હતો.
જો કે ચીમનભાઈ પટેલ Chimanbhai Patel વહિવટ અને માહિતી રાખવામાં હોશીયાર હતાં. દિવાળી પછી આઈપીએસ IPS અધિકારીઓની શુભેચ્છા મીટિંગમાં તેમણે ડીજીપી DGP ને સંબોધી કહ્યુ હતું તમારા આઈપીએસ IPS Officer અધિકારીઓને ગુજરાતનો નકશો બતાડી, ગુજરાતની હદ કેટલી છે તેની જાણકારી આપો. તેમને ઈશારો રજા ઉપર ઉતરી લતીફ (Latif) માટે નેપાળ Nepal જઈ આવનાર આ બંન્ને આઈપીએસ અધિકારી તરફ હતો અને બંન્ને અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર હતાં. જો કે તેમના ચહેરા ઉપરનો ભાવ જાણે તેઓ કંઈ જાણતા જ નથી તેવો હતો. પાકિસ્તાન Pakistan પહોંચી ગયેલા લતીફ (Latif) ને કોઈ અજાણ્યો ડર લાગી રહ્યો હતો. તેને લાગી રહ્યુ હતું કે તેણે પાકિસ્તાન Pakistan આવી કોઈ ભુલ કરી છે. તેની અને દાઉદ Dawood વચ્ચે ખાસ્સુ અંતર હતું. દાઉદે આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ ISI સાથે હાથ મીલાવ્યો હતો પણ લતીફ (Latif) ના મનમાં આ પ્રકારની કોઈ કલ્પના ન્હોતી. તેને થઈ રહ્યં હતું કે જો તે પાકિસ્તાન Pakistan રહેશે તો હજી ઘણા ખોટા કામ તેના હાથે દાઉદ Dawood કરાવશે. તેને ભારત પાછા આવવુ હતું પણ તેને પાંચ આઈપીએસ અધિકારીનો ડર લાગી રહ્યો હતો. જેમાં એ. કે. સુરોલીયા, એ. કે. સિંગ, આશીષ ભાટીયા, પી. કે. ઝા અને સતીષ વર્મા A. K. Surolia, A. K. Singh, Ashish Bhatia, P. K. Jha and Satish Verma નો સમાવેશ થતો હતો. કોઈએ લતીફ (Latif) ને કહ્યુ હતું આ 5 આઈપીએસ અધિકારીઓએ નક્કી કર્યુ છે કે તેઓ તેને ગોળી મારશે.
લતીફ (Latif) ભારત આવી શરણાગતી સ્વીકારવા તૈયાર હતો. એટલે તેણે પોતાના વચેટીયા દ્વારા ચીમનભાઈ પટેલ Chimanbhai Patel સામે શરત મુકી કે તે ભારત આવશે પણ આ પાંચ અધિકારીઓ ક્યારેય તેની પૂછપરછ શુદ્ધા કરશે નહીં અને તેની સામેના તમામ પોલીસ કેસ કોઈ એક જ એજન્સીને સોંપી દેવામાં આવશે.પણ લતીફ (Latif) થી દાઝેલા ચીમનભાઈ પટેલ Chimanbhai Patel હવે પોતાનું રાજકિય જીવન દાવ ઉપર લગાડવા તૈયાર ન્હોતાં. બીજી સમસ્યા એવી પણ હતી કે ગૃહમંત્રી તો સી. ડી. પટેલ CD Patel હતાં અને તે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ CM Chimanbhai Patel ની વાત માનશે જ તેવી કોઈ ખાતરી ન્હોતી. તેથી લતીફ (Latif) ની શરણે આવવાની શરતો ફગાવી દેવામાં આવી. કદાચ હવે લતીફ (Latif) તેમની માટે ઉપયોગ કરી લીધા બાદ પેપર નેપકીનની જેમ ડસ્ટબીનમાં ફેંકી દેવાને લાયક થઈ ગયો હતો.
(ક્રમશ:)
PART – 22 | DCP ઍ કે સુરોલિયા મદદે આવ્યા પણ તેમની જીપ્સી ઉપર બૉમ્બ ઝીંકાયો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









