Thursday, April 16, 2026
HomeGujaratપાકિસ્તાન બેઠેલા લતીફે રથયાત્રાને લોહિયાળ બનાવવાનું આયોજન કર્યુ હતુ

પાકિસ્તાન બેઠેલા લતીફે રથયાત્રાને લોહિયાળ બનાવવાનું આયોજન કર્યુ હતુ

- Advertisement -

લતીફ ભાગ-24: પોલીસ લતીફ Latif ની પાછળ લાગેલી હતી ત્યારે પોલીસના ધ્યાન બહાર ગયુ કે લતીફ Latif ફરાર છે અને શરીફખાન Sharifkhan પકડાઈ ગયો હોવા છતાં તેની ગેંગના મોટા ભાગના સભ્યો હજી બહાર છે. જો કે લતીફ Latif અને શરીફ Sharifkhan ની ગેરહાજરીમાં તેમનો ખંડણી ઉઘરાવવાનો ધંધો લગભગ ઠપ્પ થઈ ગયો હતો. છતાં દરિયાપુર Dariapur સહિતના વિસ્તારમાં ચાલતા તેમનાં આર્થિક ધંધાઓ અકબંધ હતાં. કોઈ પણ ગેંગને તોડી પાડવા માટે તેમને આર્થિક રીતે પણ ખતમ કરવા પડે તેવુ પોલીસ અધિકારીઓને ધ્યાનમાં આવ્યુંનહીં. તેના કારણે ફરાર લતીફ Latif ને જરૂર હોય ત્યારે ગેંગ તરફથી પૈસા મળી રહેતા હતા, સાથે ગેંગના સભ્યોનો કારોબાર પણ યથાવત ચાલતો હતો.



અમદાવાદ પોલીસ Ahmedabad Police નું ધ્યાન એક સાથે અનેક બાબતો ઉપર હતું. જેમાં લતીફ Latif ને શોધવાં ઉપરાંત ગોસાબારા ખાતે ઉતરેલા હથિયારો અને સ્ફોટક પદાર્થો જે લતીફ Latif સુધી પહોંચી ગયા હોવાની જાણકારી હતી પણ તે પોલીસ Police ને મળી રહ્યા ન્હોતા. લતીફ Latif ની ગેરહાજરીમાં થોડુ કામ આસાન તો જરૂર થયુ હતું. હવે પોલીસને કેટલીક મહત્વની માહિતીઓ મળી રહી હતી પણ કાયમ જે માહિતી પોલીસ Police સુધી પહોંચતી તેના એક ડગલાં આગળ ગેંગ ચાલી જતી હતી. તેના કારણે જ્યાં હથિયાર હોવાની માહિતી મળતી ત્યાં પોલીસ પહોંચે ત્યારે ત્યાંથી જથ્થો સગેવગે થઈ જતો હતો. પોલીસ Police ને શહેરમાં કંઈક અજુગતુ બનશે તેવી ભીતી હતી પણ ચોક્કસ શું થશે તેનો અંદાજ આવી રહ્યો ન્હોતો. શહેરમાં શાંતિ હતી પણ તે બિહામણી શાંતિ હતી. પોલીસ Police ના ગુપ્તચરો કામે લાગ્યા હતાં પણ શું થવાનું છે તેની કોઈ ઠોસ માહિતી મળી રહી ન્હોતી.

મને બરાબર યાદ છે 1993ની રથયાત્રા Rathyatra નિકળી ત્યારે દર વર્ષના ક્રમની જેમ હું રિપોર્ટીંગ Reporting માટે દરિયાપુર Dariapur જઈ રહ્યો હતો. રથયાત્રા Rathyatra પ્રેમ દરવાજામાં દાખલ થાય પછીનો તંબુ ચોકી સુધીનો વિસ્તાર સંવેદનશીલ ગણાય અને ત્યાર બાદ શાહપુર Shahpur અડ્ડા તરીકે ઓળખાતી જગ્યા પણ સંવેદનશીલ ગણાય. આ બંન્ને વિસ્તારમાં મોટી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ Police અને પેરામીલેટરી ફોર્સ Paramilitary forces ઉતારી દેવામાં આવ્યો હતો. પ્રેમ દરવાજામાંથી યાત્રા Yatra જેવી અંદર દાખલ થાય તેની સાથે યાત્રા Yatra માં સામેલ ઉશ્કેરણીજનક સુત્રો પોકારતા હતાં. આવું દર વર્ષે થતું તેના કારણે પોલીસ ઉતાવળે આ વિસ્તારમાંથી યાત્રા Yatra સલામત પસાર થઈ જાય તેવા પ્રયત્નમાં રહેતી હતી. યાત્રા Yatra પ્રેમ દરવાજામાં દાખલ થઈ છે તેવી જાણકારી મળતા પોપટીયાવાડ Popatiyawad તરફ જતાં પહેલા લીમડા ચોક આવે ત્યાં જવા હું પત્રકાર મિત્રો Journalist friends સાથે રવાના થયો પણ હજી લીમડા ચોક પહોંચુ તે પહેલા જોયુ તો યાત્રા Yatra માં નાસભાગ શરૂ થઈ ગઈ. યાત્રા ઉપર દરિયાપુર Dariapur માંથી હુમલો થઈ ગયો, મોટા પથ્થરો, ગોળીબાર અને બોટલો Stones, shots and bottles ફેકાવવા લાગી, યાત્રા Yatra ની સૌથી આગળ રહેતા હાથીઓ Elephants પણ ડરના માર્યા દોડવા લાગ્યા હતા.



બીજી તરફ યાત્રા Yatra માં સામેલ ટ્રકો પણ કેટલીક તૈયારી સાથે આવી હોય તેવું લાગ્યું. યાત્રા Yatra માં ટ્રકોમાંથી પણ મુસ્લિમોના Muslims ઘરો ઉપર પથ્થરો અને બોટલો ફેંકાવા લાગી. એકદમ આંધાધુંધી ફેલાઈ ગઈ. સ્ત્રીઓ અને બાળકો ચીસો પાડવા લાગ્યા, લીમડાચોક જે પોલીસ Police જવાનો હાજર હતાં તેમણે તોફાનીઓને કાબુમાં લેવા માટે ટીયરગેસ Teargas છોડવાની શરૂઆત કરી. જેના કારણે ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો અને આંખોમાં બળતરા શરૂ થઈ. બે ફુટના અંતરે પણ કોઈ કોઈને જોઈ શકતુ ન્હોતુ. જેમાં સૌથી વધુ તકલીફ પેરામિલેટરી ફોર્સ Paramilitary forces ને પડી કારણ તેઓ તો સ્થાનિક ભુગોળથી પણ માહિતગાર ન્હોતાં. સીઆરપીએફના CRPF એક ઈન્સપેક્ટર ટોળા પાછળ દોડી રહ્યા હતાં ત્યારે ટીયરગેસ Teargas ના ધુમાડામાં કોઈ તેમની અત્યંત નજીક આવી 1 ગોળી પોલીસ ઈન્સપેક્ટર Police Inspector ની છાતીમાં ધરબી ગયું અને ઈન્સપેક્ટરની હત્યા થઈ. પોલીસ જલદી જલદી યાત્રા Yatra ને દોડાવી રહી હતી. ગોળીબાર અને પથ્થરમારા વચ્ચે રથ શાહપુર Shahpur પહોંચ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી અને રથ Rath ઉપર સળગતા કોથળા ફેંકાવવા લાગ્યા. રથ Rath ખેચનારા રથ Rath મુકી ભાગી ગયા અને એક ટોળું રથને શાહપુર Shahpur માં ખેંચી ગયું. શાહપુર Shahpur માં લતીફ Latif ના ખાસ અબ્દુલ વહાબ Abdul Wahab નો દબદબો હતો.

- Advertisement -

રથ Rath ની જવાબદારી સંભાળી રહેલા આઈપીએસ અધિકારી વી. વી. રબારી IPS Officer V. V. Rabari અને ડીવાયએસપી અમથાભાઈ દેસાઈ DYSP Amathabhai Desai કોઈ પણ ભોગે રથ RAth ને બહાર લાવી જગન્નાથ મંદિર Jagannath Temple સુધી પહોંચાડવા માગતા હતાં. પોલીસ અધિકારીઓ શાહપુરના દૈવી પુજક ભાઈઓને લઈ આવ્યા અને ચાલુ તોફાનમાં પોલીસ Police રક્ષણ વચ્ચે બીનવારસી પડી રહેલા રથ RAth ને પોલીસ રક્ષણ વચ્ચે મોડી રાતે જગન્નાથ મંદિર Jagannath Temple સુધી પહોંચાડી આવ્યા હતાં. જો કે રથયાત્રા Rathyatra ઉપર હુમલો થયો તેવા સમાચાર વાયુવેગે અમદાવાદ Ahmedabad માં ફેલાઈ જતા ચારે તરફ તોફાન ફાટી નિકળ્યા હતાં. હજી થોડા મહિના પહેલા શાંત થયેલું અમદાવાદ Ahmedabad ફરી એક વખત તોફાનની ભરેડમાં ફસાઈ ગયુ હતું. ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ના શાસનમાં 2 વખત કોમી તોફાન ફાટી નિકળ્યા હતા જે વાત તેમની સરકાર માટે શરમજનક હતી. હવે તો તેઓ પણ ઈચ્છી રહ્યાં હતા કે તોફાન શાંત થાય પણ સ્થિતિ તેમના નિયંત્રણ બહાર જતી રહી હતી.



(ક્રમશ:)

PART – 23 | જોહરીની દરિયાપુરમા એન્ટ્રી પછી ડરી ગયેલો લતીફ પાકિસ્તાન ભાગી છુટ્યો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular