નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ યૂક્રેન-રશિયા યુદ્ધ પર ભારતના વલણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે યુક્રેન પર રશિયાના હુમલા પર ભારતનું વલણ કંઈક અંશે અસ્થિર રહ્યું છે. બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે સંયુક્ત મોરચા માટે નાટો, યુરોપિયન યુનિયન અને મુખ્ય એશિયન ભાગીદારો સહિત યુએસના નેતૃત્વવાળા ગઠબંધનની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે નાટો આજે છે તેટલું શક્તિશાળી અને સંગઠિત ક્યારેય રહ્યું નથી.
વોશિંગ્ટનમાં યુ.એસ. બિઝનેસ લીડર્સની બેઠકને સંબોધન કરતા, બાઈડને કહ્યું હતું કે “સમગ્ર નાટો અને પેસિફિક ક્ષેત્રમાં એક સંયુક્ત મોરચો છે.” જો બાઈડને કહ્યું કે ક્વાડ દેશોમાં સંભવિત અપવાદ સાથે ભારત આમાંના કેટલાક પર અસ્થિર છે. પરંતુ જાપાન અને ઓસ્ટ્રેલિયા અત્યંત મજબૂત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર તેમના આક્રમણના જવાબમાં નાટો અને પશ્ચિમી સાથી પક્ષો એક સાથે આવશે તેવી ધારણા નહીં કરી હોય.
ભારતીય ઓઇલ રિફાઇનર રશિયા પાસેથી રાહત દરે તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાના અહેવાલ છે. જ્યારે પશ્ચિમી દેશો મોસ્કોને અલગ કરવા માગે છે.
![]() |
![]() |
![]() |











