Friday, July 3, 2026
HomeGeneralTMC નેતાની હત્યા બાદ ફાટી નીકળી હિંસા, 12 ઘરોને આગ ચાપી, 10ના...

TMC નેતાની હત્યા બાદ ફાટી નીકળી હિંસા, 12 ઘરોને આગ ચાપી, 10ના મોત

- Advertisement -

નનવજીવન ન્યૂઝ. રામપુરહાટ: પશ્ચિમ બંગાળના બીરભૂમમાં TMC નેતાની હત્યા બાદ સોમવારે મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. અહીં ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરી આગ લગાવી દીધી. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી ફાટી નીકળેલી હિંસામાં કુલ 10 લોકોના મોત થયા છે.



મળતી માહિતી મુજબ, બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC ઉપાધ્યક્ષની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછી, ડીએમ સહિત બીરભૂમના તમામ મોટા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે બીરભૂમના ફાયર ઓફિસરે માહિતી આપતા કહ્યું કે, ઘટના ગઈકાલે રાત્રે બની હતી, 10-12 ઘરોમાં આગ લાગી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.

સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખનું મોત થયું હતું. શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા લોકોએ તેના પર બોમ્બ ફેંક્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા.



હત્યા બાદ વિસ્તારના કોઈપણ ઘરમાં એક પણ પુરુષ સભ્ય બચ્યો નથી. પશ્ચિમ બંગાળમાં તાજેતરના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ઈમારતોને આગ લગાડી તે પહેલા ઘણા લોકો તેમના ઘરોમાં બંધ હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. શિશિર બાજોરિયાના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ ભાજપ આગામી પેટાચૂંટણી અને રાજ્યમાં ચાલી રહેલી હિંસા મુદ્દે આજે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular