Friday, July 3, 2026
HomeGeneralકાળ ભૈરવ પોલીસ સ્ટેશન ચલાવે તો દેશ ચલાવી ન શકે?

કાળ ભૈરવ પોલીસ સ્ટેશન ચલાવે તો દેશ ચલાવી ન શકે?

- Advertisement -

અમદાવાદ: ઉત્તરપ્રદેશની વાત ન થાય. ત્યાં ધાર્મિક અને રાજકીય અંધશ્રદ્ધાનું વિકરાળ રુપ જોવા મળે છે. વારાણસીનું એક પોલીસ સ્ટેશન ખુદ કાળ ભૈરવ ચલાવે છે ! ત્યાંના થાણા અધિકારીની ખુશીમાં કાળ ભૈરવનો ફોટો રાખવાનાં આવે છે ! અને થાણા અધિકારી બાજુમાં સાદી ખુરશીમાં બેસે છે ! કાળ ભૈરવના ડરના કારણે આ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકશનમાં SP કે DM આવતા નથી ! આજ સુધી થાણા અધિકારીની ખુરશીમાં બેસવાની કોઈએ હિમ્મત કરી નથી ! આ પોલીસ સ્ટેશનમાં 18 વરસથી કામ કરતા કોન્સ્ટેબલ કહે છે કે “મેં ક્યારેય થાણા અધિકારીને પોતાની ખુરશી બેસતા જોયા નથી ! આ પ્રથા કેટલાંય વર્ષોથી ચાલી આવે છે !”



થોડાં પ્રશ્નો : [1] શું આ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી ફરિયાદી પાસેથી લાંચ લેતા નહીં હોય? ગરીબો / વંચિતોની ફરિયાદો નોંધાતી હશે? [2] થાણા અધિકારીની ખુશીમાં બેઠેલાં કાળ ભૈરવ જો થાણામાં થતો અન્યાય અટકાવી શકતા ન હોય તો તેમનો ફોટો રાખવાનો શો અર્થ? [3] કાળ ભૈરવ; બાજુમાં બેસતા થાણા અધિકારીનું અપ્રામાણિક આચરણ કેમ અટકાવી શકતા નહીં હોય? [4] સુપરવાઈઝરી અધિકારીઓ આવું કઈ રીતે ચલાવી લેતા હશે? શું તેમની અંધશ્રદ્ધા સિલેક્ટિવ હશે? ખુરશીમાં બીજા કોઈ ધર્મનું પ્રતીક મૂક્યું હોત તો ઊહાપોહ થયો ન હોત? [5] દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને જૂઓ; ઈશ્વર / માતાજીની છબીઓ જોવા મળે છે; છતાં પોલીસ શામાટે નૈતિક આચરણ કરતી નથી? [6] થાણા અધિકારીઓ અને તેમના સુપરવાઈઝરી અધિકારીઓ મંદિર, મસ્જિદમાં જાય છે; છતાં શામાટે કરપ્શન કરે છે? શામાટે ફરિયાદી / વિક્ટિમને મદદ કરતા નથી? શામાટે પૈસા ખાઈને ગુનેગારોની તરફેણ કરે છે? જો કાળ ભૈરવની કોઈ અસર પડતી ન હોય તો તેમની છબી થાણા અધિકારીની ખુરશીમાં રાખવાનો કોઈ અર્થ ખરો?

સૌથી મોટો સવાલ એ છે કે જો આ કાળ ભૈરવની છબિ ચમત્કારિક હોય તો થાણા અધિકારીની ખુરશીના બદલે વડાપ્રધાનની ખુરશીમાં જ મૂકવી ન જોઈએ?
(સૌજન્ય: રમેશ સવાણી, નિવૃત્ત IPS)

- Advertisement -




- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular