લતીફ ભાગ-11: લતીફ (Latif) ના મનની શંકા સાચી પડી, દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) સાથે દોસ્તી કરી લેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ રહ્યો ન્હોતો, તેના કારણે દોસ્તી તો કરી પણ દાઉદ Dawood તેની વફાદારીની ચકાસણી કરશે અને દોસ્તીની કિમંત માંગશે તેવી લતીફ (Latif) ની ધારણા બહુ જલદી સાચી પડી. થોડાક જ દિવસ પછી દાઉદ Dawood નો આવ્યો. તેણે ડેવીડ પરદેશીનું કામ તમામ કરવાની સુચના આપી. દાઉદ Dawood ના મુંબઈમાં પણ ઘણા દુશ્મનો હતાં. જેમાં અરૂણ ગવલી પણ એક હતો. આમ તો દાઉદ Dawood અને ગવલી Gawli ના ધંધા વચ્ચે ખાસ અંતર ન્હોતુ, પણ બંન્ને પોતાની કોમ માટે કામ કરનારા એક સરખા ગુંડાઓ હતા. દાઉદ Dawood અને ગવલી Gawli વચ્ચે પણ બરાબરની ટક્કર હતી. તેઓ બંન્ને એકબીજાને ખતમ કરી તેમના સામ્રાજ્ય હડપ કરી જવા માગતા હતાં.
અરૂણ ગવલી (Arun Gawli) હિન્દુ ગુંડો હતો અને તે દેશસેવાના નામે હિન્દુઓને મુર્ખ બનાવી રહ્યો હતો. અરૂણ ગવલી Arun Gawli પણ દાઉદની પાછળ બરાબર લાગેલો હતો. તેણે દાઉદની હત્યા માટે ભાડુતી હત્યારાઓ રોક્યા હતાં અને તે પૈકી એકનું નામ હતું ડેવીડ પરદેશી. ડેવીડ David ની બંદુક એક વખત ચાલે એટલે તે બરાબર નિશાન ઉપર જ હોય તેવું કહેવાતું હતું. ડેવીડ David તે જમાનાનો મુંબઈનો શાર્પ શુટર Sharp shooter હતો. તે જેનું કામ લે તેનું કામ તમામ કરતો હતો, પણ દાઉદ Dawood પણ જમાનાનો ખાધેલો હતો. તેની ગવલી Arun Gawli ગેંગમાં ચાલતી ચહલ-પહલ ઉપર નજર રહેતી હતી. ગવલી Gawli ગેંગમાં રહેલા તેના બાતમીદારે દાઉદને માહિતી આપી હતી કે ડેવીડે તેને ખતમ કરવાની સોપારી લીધી છે. આ સાંભળી દાઉદ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના માણસોને ડેવીડ David પરદેશીની માહિતી એકત્ર કરવાની સુચના આપી હતી અને બહુ જલદી માહિતી મળી કે ડેવીડ David અમદાવાદ Ahmedabad માં આવેલા શાહીબાગ Shahibhag વિસ્તારની આમ્રપાલી હોટલ (Amrapali Hotel) માં રોકાયો છે. દાઉદે તરત ડેવીડ અમદાવાદ આમ્રપાલી હોટલ (Amrapali Hotel) માં આવ્યાની ટેલીફોનથી સુચના લતીફ (Latif) ને આપી તેનું કામ તમામ કરી દેવા જણાવ્યું. દાઉદ દ્વારા લતીફ (Latif) ને આપવામાં આવેલું આ પહેલું કામ હતું. લતીફે (Latif) પોતાની વફાદારી સાબીત કરવાની હતી.
જો કે દાઉદના મનમાં પણ શંકા હતી કે લતીફ (Latif) તેનું કામ બરાબર પાર પાડશે કે નહીં. તેથી તેણે લતીફ (Latif) ને કહ્યું કે, તેના માણસો ડેવીડ David નું કામ કરે તે પહેલા તે તેનો અવાજ સાંભળવા માગે છે અને તેના છેલ્લાં શબ્દો તેના કાને પડવા જોઈએ. આખી ઘટના કોઈ હિન્દી ફિલ્મ (Hindi Film) ના પ્લોટ કરતાં પણ એક પગથીયું આગળ જઈ રહી હતી. દાઉદ Dawood એક સાથે અનેક કામ કરી રહ્યો હતો. તે પોતાની સોપારી લેનાર ડેવીડ David ને મરતાં પહેલા ધમકાવવા માગતો હતો અને અંડરવર્લ્ડને એક મેસેજ પણ આપવા માગતો હતો.
દાઉદ Dawood ની સુચના મળતા લતીફ (Latif) ની ગેંગના માણસો થોડીક જ મિનિટમાં હોટલ આમ્રપાલી (Amrapali Hotel) પહોંચી ગયા. તેમની પાસે પુરતી માહિતી હતી કે ડેવીડ David પરદેશી ક્યા રૂમમાં રોકાયો છે. જો કે તેઓ હોટલમાં દાખલ થતાં પહેલા હોટલની બહાર થોડીવાર માટે રોકાયા અને ત્યાર જ ડેવીડના રૂમના ઈન્ટરકોલ ઉપર એક ફોન આવ્યો. ફોન રિસ્પેશન કાઉન્ટર ઉપરથી હતો, મેનેજરે લાઈન કનેક્ટ કરતા ડેવીડ David ના સામા છેડે લતીફ (Latif) હતો, લતીફ (Latif) નો અવાજ સાંભળતા ડેવીડના ગાત્રો થીજી ગયા કારણ તેને દાઉદ અને લતીફ (Latif) વચ્ચે થયેલી મિત્રતાની માહિતી મળી ગઈ હતી. લતીફ (Latif) નો ફોન પોતાના રૂમ સુધી પહોંચી જવો તે એ વાતનો સ્પષ્ટ ઇશારો હતો કે દાઉદ પણ જાણે છે કે તે અમદાવાદમાં આવી ગયો છે. લતીફે (Latif) ડેવીડ (David) સાથે ઔપચારીક વાત કરી અને એક જ મિનિટમાં કોન્ફરન્સ કોલ દ્વારા ત્રીજી વ્યક્તિ પણ જોડાઈ અને તે મુંબઈમાં બેઠેલો દાઉદ હતો.
દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) લાઈન ઉપર આવતા ડેવીડ (David) ના હાથ પગ ઠંડા થઈ ગયા. દાઉદ અને ડેવીડ વચ્ચે શું વાત થઈ તે લતીફ (Latif) સિવાય કોઈને ખબર ન્હોતી, પણ ડેવીડ (David) દાઉદને ધ્રજતા ધ્રુજતા જવાબ આપી રહ્યો હતો તે જ વખતે અચાનક ડેવીડ (David) ના રૂમનો દરવાજો ખુલ્યો અને બે યુવકો રૂમમાં દાખલ થયા. ડેવીડ (David) ને જે વાતનો ડર હતો તે એક ક્ષણમાં સાચો પડ્યો. ડેવીડ (David) ની સામે ઊભા રહેલા બંન્ને શુટરોએ પોતાની પેન્ટમાં ખોંસી રાખેલી રીવોલ્વર બહાર કાઢી અને ત્રણ ફુટના અંતરેથી 2-2 ગોળી ડેવીડના છાતીમાં ધરબી દીધી હતી. અમદાવાદથી 500 કિલોમીટર દુર બેઠેલા દાઉદે ડેવીડની છેલ્લી ચીસ સાંભળી અને તેની સાથે ફોન ડિસકનેક્ટ થઈ ગયો. દાઉદે લીધેલી લતીફ (Latif) ની પહેલી પરિક્ષામાં લતીફ (Latif) ને 100 માંથી 100 માર્ક મળ્યા હતાં. પણ હવે લતીફ (Latif) નો જે ખૌફ વધી રહ્યો હતો તેનો દાઉદ પુરો લાભ લેવાનો હતો. દાઉદે લતીફ (Latif) ને મુંબઈ મળવા આવવાની સુચના આપી અને લતીફ (Latif) મુંબઈ પહોંચ્યો હતો.
લતીફે (Latif) દાઉદને ત્યાં જઈ પહેલી વખત જોયું કે ખરા અર્થમાં જેને ગેંગ કહેવાય તે તો દાઉદ પાસે હતી અને દાઉદ પોતાની ગેંગને એક કોર્પોરેટ કંપનીની જેમ ચલાવતો હતો, ત્યાં દરેક કામ માટે અલગ અલગ એક્સપર્ટ Expert હતાં અને તે તમામ એક્સપર્ટને ઊંચા પગારે નોકરી રાખતો હતો. ત્યાં લતીફ (Latif) ની દાઉદનાં ઘણા ગેંગ મેમ્બર્સ સાથે દાઉદે ઓળખાણ કરાવી તેમાં એક ગોરો અને પડછંદ યુવક પણ હતો તેનું નામ શરીફખાન (Sharifkhan) હતું. તેને ગેંગમાં બધા એસ.કે. તરીકે સંબોધતા હતાં. લતીફ (Latif) ને દાઉદની ગેંગ જોઈ વિચાર આવ્યો કે તેની ગેંગ પણ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ગેંગ જેવી જ હોવી જોઈએ.
(ક્રમશ:)
PART – 10 | દાઉદ અને લતીફ વચ્ચે સરખેજની એક મસ્જીદમાં મીટિંગ શુ કામ થઈ હતી કારણ જાણો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે








