Sunday, June 28, 2026
HomeGeneralખેડા ભાઈ-ભાભીનું ઢીમ ઢાળનાર આરોપીને 5 વર્ષે મળી ફાંસીની સજા

ખેડા ભાઈ-ભાભીનું ઢીમ ઢાળનાર આરોપીને 5 વર્ષે મળી ફાંસીની સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડા: ગુજરાતનાં ખેડામાં વર્ષ 2017માં એક દંપતિની હત્યાના કેસમાં આજે કોર્ટમાં ચુકાદો આવ્યો છે જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. પોતાના જ સગા ભાઈ-ભાભીની હત્યાના કેસમાં 5 વર્ષથી જે કેસ ચાલી રહ્યો હતો તેમાં આજે ચુકાદો આવ્યો છે. 2017માં આ કેસ સામે આવ્યો હતો. મહુધાના અલીણા ગામમાં આરોપી વીપુલ પટણીએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં તેણે તેના જ ભાઈ-ભાભીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે પોતાના જ ભાઈ-ભાભીની હત્યાના કેસમાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા 5 વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો. આ ઘટના તે સમયે ઘણી ચકચારી બની હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આજે નડિયાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે.

- Advertisement -



જે તે સમયે ભાઈ-ભાભીને જમવામાં ઘેનની દવા નાખીને જ્યારે ભાઈ-ભાભી બેભાન થઈ ગયા તો આરોપીએ તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો અને તે સમયે આ કેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આરોપીની ધરપકડ થયા બાદ 5 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો અને આજે નડિયાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આરોપીના ગુનાને ધ્યાનમાં રાખીને આજે તેને ફાંસીની સજા આપવામાં આવી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular