નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના સમૃધ્ધ ગણાતા નારણપુરાની આ ઘટના છે. યુવાન દીકરીએ પોતાના મામા સાથે મળી પોતાની સાવકી માતા ઉપર દસ્તા અને ચાકુ વડે હુમલો કરતા માતા ગંભીર રીતે ઘવાઈ હતી. આ મામલે નારણપુરા પોલીસે યુવતી અને તેના મામાની હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરી છે, પોલીસ આ મામલો પારિવારીક કારણસર બન્યો હોવાનું જણાવી રહી છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા અમદાવાદ નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી કે તે એક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવી છે તેના શરીર ઉપર ચાકુ વડે હુમલો થયો છે અને માથાના ભાગે ઈજા છે, આ જાણકારી મળતા નારણપુરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી, જયાં ઈજાગ્રસ્ત મહિલા રાની ખભોળજાએ પોલીસને જાણકારી આપી હતી કે તે નારણપુરા નવનિર્માણનગર પોતાના પરિવાર સાથે રહે છે, તેના પ્રેમ લગ્ન છ વર્ષ અગાઉ મયુર ખંભોળજા સાથે થયા હતા, મયુરના અગાઉના લગ્નને કારણે એક દીકરી છે તેનું નામ માનુષી છે.
ગૂરૂવાર બપોરના સુમારે તેમના ઘરે માનુષીના મામા સસાંગ પંડિત આવ્યા હતા, આથી રાનીએ સસાંગને કેમ આવ્યા છો તેવો પ્રશ્ન કરતા સસાંગે કહ્યું કે મારા બનેવી અને મારી ભાણીનું ઘર છે એટલે હું આવી શકુ છું, ત્યાર બાદ સસાંગ અને માનુષી વાત કરતા હતા અને માનુષીએ પોતાના મામા માટે ચ્હા પણ બનાવી હતી, આ દરમિયાન માનુષી ઉભી થઈ રસોડામાં ગઈ અને દસ્તો છુપાવી લઈ આવી જે તેણે સસાંગને આપ્યો હતો, સસાંગે અચાનક રાનીના માથામાં ફટકા મારવાની શરૂઆત કરી જેમાં તેના માથાના ભાગે ઈજા થઈ હતી.
જો કે પોતાના બચાવમાં રાનીએ પ્રયત્ન કરી દસ્તો છીનવી લેતા સસાંગે તેને ધક્કો મારી સેટી ઉપર પાડી દીધી હતી, પોતાની પાસે રહેલા ચાકુ વડે રાની ઉપર ઘા કર્યા હતા. આ વખતે માનુષીએ રાનીનું મોઢુ દબાવી રાખ્યું હતું જેથી તે બુમ પાડી શકે નહીં, જો કે રાનીએ માનુષીના હાથ ઉપર બચકુ ભરતા તેણે મોઢું છોડી દેતા રાનીએ મદદ માટે બુમો પાડી હતી. આથી સસાંગ અને માનુષી ગભરાઈને ત્યાંથી નિકળી ગયા હતા. આ ફરિયાદના આધારે નારણપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સસાંગ પંડિત અને માનુષી ખંભોળતજાની ધરપકડ કરી છે, પરંતુ આખો મામલો પેચીદો એટલો છે કે મયુર ખંભોળતજાની પત્ની રાનીની હત્યાનો પ્રયાસ થયો છે. બીજી તરફ તેમની સગી દીકરી માનુષી આરોપી બની ગઈ છે. પોલીસ ઈન્સપેકટર અમિતકુમાર જાદવે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આખો મામલો બન્યો હોવાની જાણકારી મળી રહી છે.
સુત્રોની જાણકારી પ્રમાણે રાની પોતાની સાવકી દીકરી માનુષીને પસંદ કરતી ન્હોતી. જેમના વચ્ચે ખટરાગ હતો, આથી માનુષી આ અંગે પોતાના મામા સહિત અન્ય સંબંધીઓને આ અંગે જાણ કરતી હતી. જેના કારણે રાની નારાજ રહેતી હતી અને તેમની વચ્ચે કંકાસ થતો હતો, જેના પરિણામ સ્વરૂપ આ ઘટના ઘટી છે, જોકે એક માહિતી એવી પણ રાનીએ પોતાને જ જાતે ઈજા પહોંચાડી ફરિયાદ આપી છે, પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે રાનીને જે પ્રકારની ઈજા છે જે સેલ્ફ ઈંજરી હોઈ શકે કે નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












