નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં 26 જુલાઇ, 2008ના દિવસે લગભગ એક જ કલાકમાં અલગ અલગ જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ થયા પહેલા જ ‘ઈન્ડિયન મુજાહિદ્દીન’ નામના સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી અને અલગ અલગ ત્રણ ઈ-મેઈલ કરીને ચૂનોતી આપી હતી કે ‘રોકી શકો તો રોકી લો.’ આ ઈ-મેઈલ મળ્યાના થોડા સમય બાદ અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓએ બ્લાસ્ટ થવાની શરૂઆત થઈ ગઈ હતી. આ બ્લાસ્ટમાં 57 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 244 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ સાયકલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે બે જગ્યાએ કાર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બ્લાસ્ટ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેન નોંધવામાં આવ્યા હતા જે બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા. આતંકવાદ સંબંધિત ગુનો હોવાને કારણે આ કેસમાં યુએપીએ (UAPA-Unlawful Activities (Prevention) Act) કલમ ઉમેરવામાં આવી હતી. UAPA હોવાને કારણે ક્લાસ 1 અધિકારી જ આ કેસમાં તપાસ કરી શકે છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ 6 Dysp અને 1 IPS અધિકારીને આ કેસમાં તપાસ આપવામાં આવી હતી. તે વખતના જેસીપી આશિષ ભાટિયા, ડીસીપી અભય ચુડાસમા અને એસીપી એચ.આર.મૂલીયાણા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ કેસની તપાસમાં હતા. આ ઉપરાંત IPS હિમાંશુ શુક્લ તથા Dysp આર.વી.અસરી, ગિરીશ સિંઘલ, ઉષા રાડા, વી.આર.ટોળીયા, મયુર ચાવડા અને તરુણ બારોટની પણ પસંદગી આ કેસમાં તપાસ અધિકારી તરીકે કરવામાં આવી હતી. બાદમાં આ સમગ્ર કેસમાં ટેકનિકલ સર્વેલન્સ માટે કોન્સટેબલ દિલિપ ઠાકોર જોડાયા હતા.
આ કેસને લઈને સરકાર દ્વારા આખા દેશમાં સૌ પ્રથમવાર 50 લાખ જેટલી મોટી રકમનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જે કોઈ પણ આ કેસને સંબંધિત જાણકારી આપશે અથવા તો જે એજન્સી આ કેસના આરોપીઓને પકડશે તેમણે સરકાર 50 લાખનું ઈનામ આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આરોપીઓ અલગ અલગ સ્થળોએથી પકડાયા હોવાને કારણે ઈનામ કોઈને મળ્યું ન હતું.
પોલીસ ઇતિહાસની આ પહેલી ઘટના હતી જેમાં કોઈ કેસની તપાસ માટે પોલીસ અધિકારીઓએ માટે ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ દેશના અલગ અલગ રાજ્યોમાં હોવાને કારણે તેમને પકડવા માટે ઇન્ફોર્મેશન મળતા જ તે સ્થળે પહોંચવું જરૂરી હતું જેના માટે આ પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને પ્લેન દ્વારા જે તે સ્થળે મોકલવામાં આવ્યા હતા.
તપાસ શરૂ થયાના 15 દિવસ પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે પહેલી ધરપકડ લખનૌથી અબુ બસરની કરવામાં આવી હતી. ત્યાર બાદ આગળની તપાસના આધારે 78 એટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 15 જેટલા આરોપીઓ આજે પણ વોંટેડ છે. પકડાયેલા 78 આરોપીઓમાંથી 1 આરોપી ‘તાજનો સાક્ષી’ બનવા માટે તૈયાર થયો હતો અને પોતાની ભૂમિકા કબુલી હતી. ત્યાર બાદ આ કેસની સુનાવણી 14 વર્ષ સુધી ચાલી અને આજે આ કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે.
અગાઉ 1 ફેબ્રુઆરીએ આ ચુકાદો આવવાનો હતો પરંતુ સિટી સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેની સુનાવણી આજે કરવામાં આવી હતી. આજે કોર્ટ દ્વારા અમદાવાદ બોમ બ્લાસ્ટ કેસમાં 78 આરોપીઓ માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 28 લોકોને શંકાના અને પુરવાના અભાવના આધારે છોડી મૂકવામાં આવ્યા છે અને 1 આરોપી તાજનો સાક્ષી બની ગયો હતો જેના કારણે તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરવામાં આવેલા આરોપીઓના નામ નીચે મુજબ છે.
1. મોહંમદ ઈસ્માઈલ- અમદાવાદ
2. મોહંમદ કાગઝી- અમદાવાદ
3. મોહંમદ ઉસ્માન- વડોદરા
4. સમસુદ્દીન શેખ- અમદાવાદ
5. ગ્યાસુદ્દીન અન્સારી-અમદાવાદ
6. યુનુસ મન્સૂરી-અમદાવાદ
7. કમરુદ્દીન ચાંદમહંમદ- ઉજ્જૈન
8. આમીલ શેખ- ઉજ્જૈન
9. સિબલી મુસ્લિમ- કેરળ
10. સફદર નગોરી- ઉજ્જૈન
11. હાફિઝ મુલ્લા- કર્ણાટક
12. મોહંમદ સાજિદ-ભરુચ
13. અબુબસર શેખ- ઉત્તરપ્રદેશ
14. અબ્બાસ સમેજા- ભુજ
15. જાવેદ શેખ- અમદાવાદ
16. અતિકૂર રહેમાન- રાજસ્થાન
17. મેહિંદીહસન- રાજસ્થાન
18. ઇમરાન ઇબ્રાહિમ- વડોદરા
19. ઇકબાલ કાસમ- વડોદરા
20. ઇમરાન પઠાણ- રાજસ્થાન
21. મોહંમદઅલી અન્સારી- મધ્યપ્રદેશ
22. અફઝર ઉસ્માની- મુંબઈ
23. મોહંમદ સાદીક- મુંબઈ
24. મોહંમદ આરીફ- મુંબઈ
25. ક્યામુદ્દીન કાપડિયા-વડોદરા
26. મોહંમદસૈફ શેખ-ઉત્તરપ્રદેશ
27. જીશાન અહેમદ-ઉત્તરપ્રદેશ
28. જીયાઉર રહેમાન- ઉત્તરપ્રદેશ
29. મોહંમદશકીલ લુહાર-ઉત્તરપ્રદેશ
30. અનીક ખાલીક- પુણે
31. મોહંમદ અકબર- પુણે
32. ફઝલે રહેમાન- પુણે
33. મોહંમદ નૌશાદ- કર્ણાટક
34. અહેમદબાવા બરેલવી- કર્ણાટક
35. સરફૂદ્દીન સલિમ- હૈદરાબાદ
36. સૈફુીર રહેમાન- ઉત્તરપ્રદેશ
37. મોહંમદ અન્સાર- કેરળ
38. સદુલી અ.કરીમ- કેરળ
39. મોહંમદ તનવીર- ઉત્તરપ્રદેશ
40. મોહંમદ અન્સારી- મધ્યપ્રદેશ
41. આમીન શેખ- મધ્યપ્રદેશ
42. મોહંમદ મોબિન- મધ્યપ્રદેશ
43. મોહંમદ આરીફ- ઉત્તરપ્રદેશ
44. મોહંમદ અબરાર- મધ્યપ્રદેશ
45. મોહંમદ રફીક- અમદાવાદ
46. તૌસિફખાન પઠાણ- જલગાંવ
47. આસીફ શેખ-પુણે
48. રફીકઉદ્દીન કાપડીયા- ભરૂચ
49. તાજનો સાક્ષી એજાઝ સૈયદ-અમદાવાદ
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં શંકા અને પુરવાના અભાવને આધારે છોડી મૂકવામાં આવેલા વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.
1. ઝાહિદ શેખ – અમદાવાદ
2. નવેદ કાદરી – અમદાવાદ
3. રઝીયુદ્દીન નાસર – હૈદ્રાબાદ
4. ઉમર કબીરા – સુરેન્દ્રનગર
5. સલિમ સિપાહી – અમદાવાદ
6. મોહંમદ જાકીર – થાણે
7. મુબિન શેખ – પુણે
8. મોહંમદ મન્સુર – પુણે
9. સકિબ શેખ – ઉત્તરપ્રદેશ
10. ઈટી સૈનુદ્દીન – હૈદ્રાબાદ
11. અનવર બાગવાન – હૈદ્રાબાદ
12. મોહંમદ યાસીન – કર્ણાટક
13. મોહંમદ ઇરફાન – મધ્યપ્રદેશ
14. નાસિર અહેમદ – કર્ણાટક
15. શકીલ અહેમદ – કર્ણાટક
16. નદીમ સૈયદ – કર્ણાટક
17. અસદુલ્લાહ અસદ – કર્ણાટક
18. મોહંમદ સમી – કર્ણાટક
19. અહેમદબેગ મિરઝા – કર્ણાટક
20. કામરાન સાહિદ – મધ્યપ્રદેશ
21. મોહંમદ ઝહીર પટેલ – ભરુચ
22. મોહંમદ યુનુસ – મધ્યપ્રદેશ
23. હસીબરજા સૈયદ – અમદાવાદ
24. મોહંમદ હબીબ – ઉત્તરપ્રદેશ
25. મોહંમદશાહિદ નગોરી – મધ્યપ્રદેશ
26. અબ્દુલસત્તાર – કેરળ
27. અફાક ઇકબાલ – ઝારખંડ
28. મંજર ઇમામ – ઝારખંડ
29. સુહેબ પોટ્ટનિકલ – કેરળ
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












