Friday, April 24, 2026
HomeGeneralસુરત: રાંદેર પોલીસ સ્ટેશનના PI અને PSI થયા સસ્પેન્ડ, જાણો કેમ

સુરત: રાંદેર પોલીસ સ્ટેશનના PI અને PSI થયા સસ્પેન્ડ, જાણો કેમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં યોગ્ય કાર્યવાહી ન કરવા બાબતે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે સુરત પોલીસ કમિશનરે પીઆઈ એચ. એમ. ચૌહાણ અને પીએસઆઈ આર. એલ. પટેલને સસ્પેન્ડ કરતાં સુરત પોલીસ બેડામાં ભારે ચર્ચા થઈ રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના રાંદેરમાં એક વર્ષ પહેલા સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂનો કેસ કર્યો હતો. જેથી તત્કાલીન પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કેસના આરોપી આરીફ કોઠારી અને યોગેશ ટંડેલ વોન્ટેડ હતા. તત્કાલીન પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એચ.એમ. ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. રાંદેર પોલીસે ફરીથી આરીફ કોઠારી અને યોગેશ ટંડેલ વિરુદ્ધ દારૂનો કેસ દાખલ કર્યો હતો.

- Advertisement -



આ કેસના આરોપી 1 વર્ષ બાદ પકડાયા હતા અને એક જ દિવસમાં કાર્યવાહી કરી દીધી હતી. રાંદેર પોલીસે સજ્જુ કોઠારીની ધમકીના કેસમાં ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં સજ્જુને લાજપોર જેલમાં રાખવામા આવ્યો હતો. ત્યારે જામીન પર છૂટતા PSI આર.એલ.પટેલે અટકાયતી પગલામાં સજ્જુની ધરપકડ માટે લાજપોર જેલ ગયા હતા. તે દરમિયાન સજ્જુ પોલીસ જોડે ઝપાઝપી કરીને તેના અન્ય વ્યક્તિ જોડે બાઇક પર ભાગી ગયો હતો. આ વાતની જાણ ચાર કલાક સુધી PSIએ કંટ્રોલમાં આપી ન હતી . જેના કારણે બુધવારે બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડણીખોર સજ્જુ કોઠારી લાજપોર જેલની બહારથી ફરાર થવાની ઘટનાની તપાસમાં ખબર પડી હતી કે, ત્યાં આરીફ અને યોગેશ પણ ઉભા હતા.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular