Friday, April 24, 2026
HomeGeneralઅમદાવાદ: શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે દર એક લાખની વસ્તીએ પુરુષોમાં ૯૮...

અમદાવાદ: શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે દર એક લાખની વસ્તીએ પુરુષોમાં ૯૮ અને સ્ત્રીઓમાં ૭૭ નવા કેન્સરના કેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૨૦,૦૦૦ જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે. જેમાં થી ૨૮.૮૪ % દર્દી અન્ય રાજ્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- ૧૨% , મધ્ય પ્રદેશ- ૧૧.૪%, મહારાસ્ટ્ર-૧%). GCRIમાં આવતા કુલ કેસમાંથી ૫૦% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.

ICMRના NCDIR(National Centre For Disease Informatics And Research) વર્ષ ૨૦૨૧ ના રીપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ ૨૦૨૦માં ૧૩.૯૨ લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ ૩.૭૭ લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે. ભારતમાં દર ૮ મિનિટે ૧ સ્ત્રીનુ મ્રુત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર ૧૩ મિનિટે ૧ સ્ત્રીનુ મ્રુત્યુ સ્તનના કેન્સર ના કારણે થાય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૬૯૬૬૦ નવા કેશ નોંધાયા હતા. જે વર્ષ ૨૦૨૫ સુધીમાં ૭૯૨૧૭ થવાનો અંદાજ છે.



રાજ્યના દૂર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીએ આવવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇના. સહિયારા પ્રયાસોથી રાજકોટ,ભાવનગર અને પાટણના સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારના સહયોગથી વડોદરા, જામનગર માં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં ૨૧.૫ ટકા પુરુષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં ૩૧.૨ ટકા સ્તનનનું કેન્સર જોવા મળે છે.

- Advertisement -

એક સર્વે અનુસાર ૧૫ થી ૪૯ વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો

રાજ્યના ૧૫ થી ૪૯ વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલા સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સરથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વઘુ જોવા મળ્યુ છે.

કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?

- Advertisement -
  • કેન્સર ના વિવિધ તબક્કામાં કેન્સરની ગાંઠ ના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલો ફેલાવા ને ધ્યાન માં લઈને નક્કી કરવામાં આવે છે.
  • પ્રથમ સ્ટેજ: જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ન થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે.
  • બીજો સ્ટેજ: જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.
  • ત્રીજો સ્ટેજ: જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય.
  • ચોથો સ્ટેજ: જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.
  • કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓથી થાય છે
  • શસ્ત્રક્રિયા : આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે.
  • વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) : આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે.
  • દવાઓની સારવાર (કિમોથેરાપી) : આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.
  • રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર) : જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular