નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં એક યુવકે મિત્રને દેણું થઈ જતાં તેની મદદ કરવા માટે ઉધારી કરીને 20 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે રૂપિયા પરત ન મળતા યુવકે સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યુંનો પ્રયત્ન કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઇ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અભિષેક કામલીયા જે મુંજકામાં સ્ટુડિયો ધરાવે છે. તેણે ગઇકાલ બપોરે તેના મિત્ર સાથે મેસેજની વાતચીતમાં જણાવ્યુ હતું કે મેં દુકાને આપઘાત કરી લીધો છે હવે કાઈ ભેગું થાય તેમ નથી. ત્યાર બાદ ઝેરી દવા પી લીધી હતી. જે મિત્રને મેસેજ કર્યો હતો તેણે બે કલાક બાદ આ મેસેજ જોતાં સ્ટુડિયો પર દોડી આવ્યો હતો અને 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો ગયો હતો. આ બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
સ્યુસાઇડ નોટ લખ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા મારા મિત્ર સિધ્ધરાજ ભૂપતભાઈ સાકરીયાના પરિવાર સાથે ચર્ચા થતાં તેને દેણું થઈ ગયું હોવાથી પૈસાની જરૂર છે કહી સિધ્ધરાજનું દેણું ભરવા માટે છ મહિના માટે પૈસાની જરૂર હોવાનું જણાવ્યુ હતું. જેથી મિત્રતા ખાતર અલગ-અલગ જગ્યાએથી ઉછીના પૈસા લઈને 20 લાખ આપ્યા હતા. ત્રણ વર્ષથી પૈસા ન આપવાની દાનતથી મને ખોટા વાયદાઓ આપતો હતો. તેના પરિવારજનો પણ મને પૈસા માંગવા ન આવતો તેવી ધમકી આપતા હતા. મિત્ર માટે લીધેલા ઉછીના પૈસા મે મારી રીતે થોડા થોડા કરીને ચુકવ્યા હતા. પરંતુ સંપૂર્ણ રકમ દેવા હું પહોંચી શકું તેમ ન હતો તેથી મારે આ પગલાં ભરવા સિવાય ઉપાય ન હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












