Saturday, August 22, 2026
HomeInternationalઅમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા કેનેડાએ વેપાર કરાર સ્થગિત કર્યો, બંને દેશોના...

અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા કેનેડાએ વેપાર કરાર સ્થગિત કર્યો, બંને દેશોના વેપાર અને ગ્રાહકો પર આર્થિક બોજ વધશે

- Advertisement -

US Canada trade issue : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશ સાથે ટેરિફ કાર્ડ (US President Donald Trump tariff card) રમી ચૂક્યા છે. આ વખતે કેનેડા પર ભારેખમ 50 ટકા ટેરિફ લગાવાતા બંને પાડોશી દેશો વચ્ચે ગંભીર વેપાર ઘર્ષણ શરૂ થઈ ગયું છે. ટેરિફના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney PM Canada) એ પણ અમેરિકાને ‘એક-એક ડોલર’નો હિસાબ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બંને દેશોના વેપાર અને ગ્રાહકો પર આર્થિક બોજ પડશે. આ ટેરિફ અડધી રાતથી અમલમાં આવશે. આ સમગ્ર વિવાદની શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 1930ના ટેરિફ એક્ટના ‘સેક્શન 338’નો ઉપયોગ કર્યો. આ ખાસ કાયદો અમેરિકન પ્રમુખને એવા દેશોની આયાત પર 50 ટકા સુધીનો ભારે ટેક્સ લગાવવાની સત્તા આપે છે.

અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ (US Canada Trade Deal) આખરે ભાંગી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી યુએસમાં આવતા સામાન પર 50 ટકાઆયાત શુલ્ક લાદવાનો મોટો નિર્ણય લીધો છે. જેના વળતા જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ પાછળ ન હટવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા એલાન કર્યું છે કે, તેમનો દેશ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપશે. માર્ક કાનીએ વધુમાં કહ્યું છે કે, ‘એક-એક ડોલર’નો પૂરેપૂરો હિસાબ લેવામાં આવશે. વોશિંગ્ટન ડીસી ખાતે સતત ત્રણ દિવસ સુધી ઉપરાછાપરી બેઠકો અને ચર્ચાઓ છતાં બંને દેશો વચ્ચે કોઈ ઠોસ સમજૂતી શકી નથી. બેઠક નિષ્ફળ જતા કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પોતાની ટીમને પરત બોલાવી લીધી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular