Sunday, June 7, 2026
HomeGujaratAhmedabadપ્રદૂષિત પાણીનો મામલો દિલ્હી પહોંચ્યો અને મ્યુનિ. કમિશનનરે ફરિયાદના ત્વરિત નિકાલ માટે...

પ્રદૂષિત પાણીનો મામલો દિલ્હી પહોંચ્યો અને મ્યુનિ. કમિશનનરે ફરિયાદના ત્વરિત નિકાલ માટે SOP જાહેર કરી

- Advertisement -

Problem of contaminated water in Ahmedabad : અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી દૂષિત પાણીની ફરિયાદો ઠેર ઠેરથી આવી રહી છે. પશ્ચિમ અમદાવાદમાં સોલા ખાતે આવેલા આકાંક્ષા ફલેટમાં અનેક પરિવારો દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલટીના શિકાર બન્યા (Many families fell victim to diarrhea and vomiting due to contaminated water) હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીના મત વિસ્તારમાં દૂષિત પાણીથી સંખ્યાબંધ લોકો બિમાર પડતા આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપિલ કૉપોરેશનના કમિશનર બંછાનિધિ પાની (Banchhanidhi Pani AMC Commissioner) એ પ્રદૂષિત પાણીની ફરિયાદનો ગણતરીના કલાકોમાં નિકાલ કરવા માટે એક SOP (Standard Operating Procedure) જારી કરી છે. એક જ વિસ્તારની 5 ફરિયાદ આવે તો 6 કલાકમાં જ ફરિયાદનો નિકાલ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા દૂષિત પાણીને લઈને SOP જાહેર કરતા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને વોટર વિભાગના સિટી ઇજનેર, એડિ. સિટી ઇજનેર અને હેલ્થ ઑફિસરને પ્રદૂષિત પાણીના કિસ્સામાં જવાબદારી સોંપી છે. દૂષિત પાણીની ફરિયાદ મળે ત્યારે તુરંત અસરગ્રસ્ત પાણીની લાઈનનો પુરવઠો બંધ કરાવી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કર દ્વારા પાણી આપવાનું રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular